October 12, 2024

સેન્સેક્સ 1000 પોઈન્ટ ઉછળીને 84000ને પાર, નિફ્ટીએ લગાવી 25700ની છલાંગ

યુએસ ફેડરલ રિઝર્વે ચાર વર્ષથી વધુ સમય બાદ તેના બેન્ચમાર્ક વ્યાજદરમાં ઘટાડો કર્યા બાદ વૈશ્વિક બજારોમાં ઉછાળાથી ભારતીય શેરબજારને પણ ફાયદો થયો હતો. શુક્રવારે સવારે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે BSE બેન્ચમાર્ક સેન્સેક્સે પ્રથમ વખત ઐતિહાસિક 84,000-નો આંકડો પાર કર્યો હતો અને નિફ્ટી પણ તેની નવી રેકોર્ડ ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો.

સવારના કારોબારમાં BSE નો 30 શેરો વાળા પ્રમુખ સેન્સેક્સ 975.1 પોઈન્ટ ઉછળીને 84,159.90 ના નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યા છે. ત્યાં જ NSE નિફ્ટી 271.1 પોઈન્ટ વધીને 25,686.90 પોઈન્ટની નવી ઓલ-ટાઇમ ટોચે પહોંચ્યો હતો.

આ પણ વાંચો: iPhone 16 ખરીદવા લોકોની પડાપડી, 21 કલાક લાઈનમાં ઉભા રહ્યા ગ્રાહકો

સેન્સેક્સની 30 કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, મારુતિ, ટાટા સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, આઈસીઆઈસીઆઈ બેંક, પાવર ગ્રીડ, નેસ્લે, ભારતી એરટેલ અને અદાણી પોર્ટ્સ સૌથી વધુ વધ્યા હતા.

ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એકમાત્ર એવી કંપની હતી જેણે ઘટાડો દર્શાવ્યો હતો. એશિયન બજારોમાં, સિયોલ, ટોક્યો અને હોંગકોંગમાં ઊંચા વેપાર હતા જ્યારે શાંઘાઈમાં ઘટાડો નોંધાયો હતો. ગુરુવારે અમેરિકી બજારો નોંધપાત્ર ઊંચાઈએ બંધ થયા હતા.