September 18, 2024

નિરજે 6માંથી માત્ર એક જ થ્રો સાચો કર્યો છતાં સિલ્વર મેડલ જીત્યો

Paris Olympics 2024 Neeraj Chopra: ભારતનો ગોલ્ડન બોય નિરજ ચોપરા આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ થઈ શક્યો નથી. પરંતુ નિરજે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જોકે ભારતીય ચાહકોને આશા હતી કે પેરિસ ઓલિમ્પિકમાં માત્ર નિરજ જ દેશ માટે ગોલ્ડ મેડલ જીતી શકશે. આ મેચમાં આપણે જોયું કે નિરજ માત્ર એક જ થ્રો યોગ્ય રીતે કરી શક્યો હતો, તે એક થ્રોથી તેણે સિલ્વર મેડલ જીત્યો હતો.

6 માંથી એક સાચો થ્રો
પેરિસ ઓલિમ્પિકમાં પુરુષોના ભાલા ફેંકની ફાઇનલમાં તમામ ખેલાડીઓએ 6-6 થ્રો કરવા માટે મળ્યા હતા. આમાંથી ઘણા ખેલાડીઓએ ફાઉલ પણ કર્યા હતા. આ દરમિયાન નિરજ ચોપરાએ 6 થ્રોમાંથી 5 ફાઉલ કર્યા હતા. નિરજે ફાઈનલ મેચમાં પોતાના 6 થ્રોમાંથી માત્ર એક જ સાચો કર્યો હતો. જેમાં તેણે 89.45 મીટર સુધી બરછી ફેંકી હતી. આ એક થ્રો સાથે નિરજે સિલ્વર મેડલ જીત્યો હતો.

અરશદ નદીમ નવો ગોલ્ડન બોય બન્યો
આ વખતે નિરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી શક્યો ન હતો. જ્યારે પાકિસ્તાનના અરશદ નદીમે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં પણ પાકિસ્તાનનો આ પહેલો ગોલ્ડ મેડલ છે.

ફાઈનલ મેચમાં અરશદે પોતાનો પહેલો થ્રો ફાઉલ કર્યો હતો, પરંતુ બીજા થ્રોથી તેણે ન માત્ર ગોલ્ડ મેડલ જીત્યો હતો પરંતુ ઓલિમ્પિકમાં નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેના બીજા થ્રોમાં અરશદે 92.97 મીટરના અંતરે બરછી ફેંકી હતી, આનાથી વધુ કોઈ ખેલાડી ફેંકી શક્યો ન હતો.