November 24, 2024

સ્માર્ટ જ નહીં આ છે ‘હેલ્ધી રિંગ’, ઊંઘમાં કેટલી વાર પડખું ફર્યા એ પણ કહેશે

Samsung Galaxy Ring: સેમસંગ ગેલેક્સી રીંગ આખરે ગેલેક્સી અનપેક્ડની બીજી આવૃત્તિ દરમિયાન સત્તાવાર રીતે સ્માર્ટ રિંગ લૉંચ કરી દીધી છે. આ રીંગને લેટેસ્ટ ગેલેક્સી Z ફોલ્ડેબલ સ્માર્ટફોન સાથે લોન્ચ કરવામાં આવી છે. સાઉથ કોરિયન બ્રાંડની પ્રથમ સ્માર્ટ રિંગ વિવિધ હેલ્થ ટ્રેકિંગ અને સ્લીપ મોનિટરિંગ સુવિધાઓ સાથે આવી છે. ત્રણ ફિનિશમાં ઉપલબ્ધ છે. ગેલેક્સી રીંગનું વજન 2.3 ગ્રામથી 3.0 ગ્રામની વચ્ચે છે અને તે વોટરપ્રુફ ફીચર સાથે આપવામાં આવી છે. કંપનીના દાવા મુજબ, તે એક વખત ચાર્જ કરવા પર સાત દિવસ સુધીની બેટરી લાઈફ આપશે.

કિંમત જાણી લો
સેમસંગ ગેલેક્સી રીંગની કિંમત $399 (અંદાજે રૂ. 34,000) છે અને તે 10 જુલાઈથી બજારોમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થશે. 24 જુલાઈથી વેચાણ કરવામાં આવશે. તે ટાઇટેનિયમ બ્લેક, ટાઇટેનિયમ સિલ્વર અને ટાઇટેનિયમ ગોલ્ડ કલર ઉપલબ્ધ છે. સેમસંગ ગેલેક્સી રીંગની વિશિષ્ટતાઓ અને સુવિધાઓ પણ ઘણી ખાસ છે. ગેલેક્સી રિંગ પાંચથી 13 સુધીના નવ કદમાં ઉપલબ્ધ છે. આ પહેરી શકાય તેવું ડિવાઈસ એક કદ બદલવાની કીટ સાથે ઓફર કરવામાં આવશે.

હેલ્થ એપ્લિકેશનની જેમ કામ
તેમાં 8MBની મેમરી છે અને તે PPG (ફોટોપ્લેથિસ્મોગ્રાફી) સેન્સરથી સજ્જ છે. જે યુઝર્સના ધબકારાને પણ કાઉન્ટ કરી શકે છે. તેમાં તાપમાન સેન્સર અને એક્સીલેરોમીટરનો સમાવેશ થાય છે. જે પહેરનારાઓને તેમની હેલ્થ અપડેટ પણ આપે છે. આ ઉપરાંત તેને કસ્ટમાઈઝ પણ કરી શકાય છે. તે સેમસંગ હેલ્થ એપ સાથે કામ કરે છે. સેમસંગના તાજેતરના ગેલેક્સી ડિવાઈસની જેમ, ગેલેક્સી રીંગમાં પણ ગેલેક્સી એઆઈ ટચ છે. Galaxy AI ફીચર્સ જેવી કે એનર્જી સ્કોર અને વેલનેસ ટિપ્સ સાથે, Galaxy Ring વિવિધ મેટ્રિક્સ સાથે વિગતવાર હેલ્થ રિપોર્ટ જનરેટ કરે છે અને ચોક્કસ સમયે નોટિફિકેશન આપે છે.

આ પણ વાંચો: Samsung Galaxy Z Fold 6: AI ફિચર્સ સાથે ફોલ્ડેબલ સ્માર્ટફોન, સર્કલ કરો એટલે સર્ચ થશે

AI ફીચર પણ હેલ્થનું ધ્યાન રાખશે
વધુ સારી આદતો બનાવવા માટે સ્લીપ AI અલ્ગોરિધમ ધરાવે છે. સ્લીપ સ્કોર અને નસકોરા બોલતા હશે પણ એનું તે એનાલીસીસ કરીને આપે છે. સ્લીપ મેટ્રિક્સ પ્રદાન કરે છે. જેમ કે ઊંઘ દરમિયાન હલનચલન, સ્લીપ લેટન્સી અને હાર્ટબિટ અને બ્રિથ રેટ. સાયકલ ટ્રેકિંગની સાથે સાથે પીરિયડ સાઈયકલનું પણ ફીચર છે. જેને યોગ્ય રીતે જરૂરિયાત અનુસાર કસ્ટમાઈઝડ કરી શકાય છે. સેમસંગ ગેલેક્સી રીંગ સેમસંગ હેલ્થ એપ દ્વારા હાર્ટ રેટ એલર્ટ દ્વારા હૃદયના ધબકારા વિશે ત્વરિત ચેતવણીઓ પણ પ્રદાન કરશે. ઓટો વર્કઆઉટ ડિટેક્શન અને નિષ્ક્રિય ચેતવણી પણ ઉપકરણ પર હાજર છે. વધુમાં, રિંગનો ઉપયોગ ફોટો લેવા પણ કરી શકાય છે.

મસ્ત છે ફીચર્સ
રિંગની મદદથી એલાર્મ પણ બંધ કરી શકાય છે. યુઝર્સ સેમસંગ ફાઇન્ડ પર ફાઇન્ડ માય રિંગ સાથે તેમના ગેલેક્સી સ્માર્ટફોન દ્વારા ગેલેક્સી રિંગનું લોકેશન પણ સરળતાથી શોધી શકે છે. આ પાછળનું કારણ એ છે કે, અંદર ટ્રેકિંગ સિસ્ટમનું ફીચર પણ મૂકવામાં આવી છે.આ પહેરી શકાય તેવું ડિવાઈસ IP68 રેટિંગ સાથે પાણી અને સ્વેટ પ્રુફ છે. એટલે કે પરસેવાની પણ એના પર કોઈ અસર થતી નથી. 10 ATM વોટર રેઝિસ્ટન્સ માટે પ્રમાણિત છે. તેમાં ટાઇટેનિયમ ગ્રેડ 5 બિલ્ડ છે અને તે બ્લૂટૂથ 5.4 કનેક્ટિવિટી ઓફર કરે છે. ગેલેક્સી રિંગને Android 11.0 અથવા તેનાથી ઉપરના અને ન્યૂનતમ 1.5GB મેમરી પર ચાલતા Samsung Galaxy સ્માર્ટફોન સાથે ક્નેક્ટ કરી શકાય છે. તેની બેટરી 361mAh છે અને તે 30 મિનિટમાં 0 થી 40 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.