November 24, 2024

PM સૂર્યઘર યોજનાથી તમારું વીજળીનું બિલ આવશે ‘શૂન્ય’

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભા ચૂંટણીને લઈ BJPનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. આ સંકલ્પ પત્રમાં ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. તેનો રોડમેપ આપવામાં આવ્યો છે. વડાપ્રધાને આ સંકલ્પ પત્રમાં દેશવાસિઓના વિજળીનું બિલ ઝીરો કરવા માટે તેમની પાર્ટી કામ કરશે. આ સાથે પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાનો લાભ લોકોને અપાવશે. તેનો પણ ઉલ્લેખ કર્યો છે.

કેન્દ્ર સરકારની આ મહત્વકાંક્ષી યોજનાની જાહેરાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમયે કરી હતી. આ યોજનાને લઈને લોકોમાં ઘણી ઉત્સાહ છે. આ યોજનાને લઈને એક લાખથી પણ વધારે લોકોએ નોંધણી કરવી લીધી છે. લોકોને મફ્તમાં વીજળી આપવા માટે BJP PM સૂર્ય ઘર યોજનાને એક મોટા હથિયાર સ્વરૂપો જોઈ રહી છે. આજ કારણ છે કે BJPએ પોતાના સંકલ્પ પત્રમાં આ યોજનાને સ્થાન આપ્યું.

શું છે પીએમ સૂર્ય ઘર યોજના?
પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સરકાર રૂફટોપ સોલર સિસ્ટમ લગાવવા પર સબસિડી આપશે. શરૂઆતમાં આ યોજનાનો લાભ દેશના એક કરોડ પરિવારોને આપવામાં આવશે. આ યોજનાનો લાભ દેશના એવા પરિવારોને આપવામાં આવશે જેમની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધી છે. ગરીબ પરિવારોને સોલાર પેનલથી 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. જો કોઈ કુટુંબ સોલાર પેનલથી ઉત્પન્ન થતી સંપૂર્ણ વીજળીનો ઉપયોગ કરી શકતું નથી, તો તે વધારાની વીજળી સરકારને વેચી પણ શકે છે.

આ પણ વાંચો: સલમાનના ફેન્સનો CM એકનાથ શિંદેને સવાલ – ક્યાં છે સુરક્ષા?

તમને કેટલી સબસિડી મળશે?
જો કોઈ પરિવાર આ યોજના હેઠળ 1 કિલોવોટની રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરે છે, તો તે વ્યક્તિને 30,000 રૂપિયાની સબસિડી, 2 કિલોવોટ સિસ્ટમ માટે, 60,000 રૂપિયા અને 3 કિલોવોટની સિસ્ટમ માટે, 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ યોજના હેઠળ વર્ષ 2026 સુધીમાં 40 હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ લેનારા ગ્રાહકોને વીજળીનું બિલ ઓછું આવશે અને વાર્ષિક 18,000 રૂપિયા સુધીની બચત થશે.

કોણ પાત્ર છે?
PM સૂર્ય ઘર યોજનાનો લાભ દેશના તે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મળશે જેમની વાર્ષિક કૌટુંબિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે. સોલાર પેનલ લગાવવા માટે ઘરમાં છત હોવી જરૂરી છે. પરિવાર પાસે માન્ય વીજળી કનેક્શન હોવું જોઈએ અને પરિવારે સોલાર પેનલ માટે અન્ય કોઈ સબસિડીનો લાભ લીધો ન હોવો જોઈએ.

કેવી રીતે અરજી કરવી?
પીએમ સૂર્ય ઘર યોજના માટે અરજી ઓનલાઈન કરી શકાય છે. https://pmsuryaghar.gov.in/ પર જાઓ અને ‘Apply for Rooftop Solar’ પર ક્લિક કરો. આ પછી વિનંતી કરેલ માહિતી દાખલ કરો. આ પછી, વીજળી ગ્રાહક એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબરની મદદથી લોગ ઇન કરો અને સાઇટ પર ઉપલબ્ધ ફોર્મ મુજબ રૂફટોપ સોલર માટે અરજી કરો. અરજી કર્યા પછી તમારે મંજૂરીની રાહ જોવી પડશે. મંજૂરી પછી તમારે આગળની કાર્યવાહી કરવાની રહેશે.