November 22, 2024

નવી બાઈક લેવાની ઈચ્છા હોય તો Pulsarનું નવું મોડલ સો ટકા ગમી જશે

Auto News: બજાજ પલ્સર સિરીઝની મોટરસાઇકલ સમય સમય પર અપડેટ કરવામાં આવે છે અને બદલાતા સમય સાથે ગ્રાહકોની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. હવે આ પ્રયાસમાં, કંપનીએ પલ્સર N160નું નવું વેરિઅન્ટ લૉન્ચ કર્યું છે, જેમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશન અને અપસાઇડ ડાઉન (USD) ફોર્કની સાથે ABS રાઇડ મોડ્સ જેવી સુવિધાઓ છે. પલ્સર 125, 150 અને 220Fમાં બ્લૂટૂથ ડિજિટલ કન્સોલ, યુએસબી ચાર્જિંગ પોર્ટ અને નવા કલર વિકલ્પો રજૂ કરવામાં આવ્યા છે. ચાલો હવે પલ્સર સિરીઝની બાઈકના અપડેટેડ ફીચર્સ વિશે જોઈએ.

કિંમત જાણો
બજાજ પલ્સર N160ના નવા વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત દિલ્હીમાં રૂ. 1,39,693 છે. આ મોટરસાઇકલને વધુ સારા કંટ્રોલ અને કનેક્ટિવિટી સાથે રજૂ કરવામાં આવી છે. આમાં, રાઇડર્સને બ્લૂટૂથ સક્ષમ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલમાં ટર્ન-બાય-ટર્ન નેવિગેશનની સુવિધા મળે છે.આ સ્ટાઈલિશ અને સ્પોર્ટી બાઇકને નવી વિઝ્યુઅલ મેચ સાથે શેમ્પેન ગોલ્ડ 33mm USD ફોર્ક્સ આપવામાં આવ્યા છે. નવી પલ્સર N 160માં બેસ્ટ રાઈડ અને નિયંત્રણ માટે રેઈન, રોડ અને ઓફ-રોડ જેવા 3 ABS રાઈડ મોડ છે. એન્જીન અને પાવરની વાત કરીએ તો તેમાં 164.82 સીસી ઓઇલ કૂલ્ડ એન્જીન છે, જે 16 પીએસનો મહત્તમ પાવર જનરેટ કરે છે.

આ પણ વાંચો: દેશભરના ટોલટેક્સમાંથી આવતા પૈસાનું આખરે થાય છે શું? આ રહ્યો જવાબ

ડીલર્સ પણ ઓફર આપી શકે
બજાજ ઓટો લિમિટેડે પલ્સર 125 ના કાર્બન ફાઈબર સિંગલ અને સ્પ્લિટ સીટ વેરિઅન્ટ્સ રજૂ કર્યા છે. જેમાં સંપૂર્ણ ડિજિટલ બ્લૂટૂથ સક્ષમ કન્સોલ,યુએસબી ચાર્જર અને નવા ગ્રાફિક્સ છે. તે જ સમયે, આ તમામ સુવિધાઓ પલ્સર 150 માં પણ ઉમેરવામાં આવી છે. પલ્સર 220Fમાં આવા વધુ સારા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જે રાઇડિંગ અનુભવને બહેતર બનાવવા માટે છે.ખાસ કરીને લાંબા અંતરની રાઈડ માટે નવી બાઈક બેસ્ટ છે. જોકે, નવી બાઈકને લઈને ઘણા રાજ્યમાં ડીલર્સ પોતાની ઓફર પણ આપતા હોય છે.