September 10, 2024

SUVના શોખીનો માટે નવી કાર તૈયાર, Hyundai Exter મન મોહી લેશે

Hyundai Exter: દક્ષિણ કોરિયાની કાર ઉત્પાદક કંપની હ્યુન્ડાઈએ ​​સત્તાવાર રીતે ભારતીય બજારમાં વેચાણ માટે તેની સૌથી સસ્તી SUV Hyundai EXTERની નવી નાઈટ એડિશન લોન્ચ કરી છે. જેનો દેખાવ એકદમ સ્પોર્ટી છે. અગાઉ, કંપનીએ આ SUVના કેટલાક ટીઝર રજૂ કર્યા હતા. આકર્ષક દેખાવ અને શક્તિશાળી એન્જિનથી સજ્જ આ SUVની સ્ટાર્ટિંગ પ્રાઈસ 8.38 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. જ્યારે તેના ટોપ મોડલની કિંમત 10.43 લાખ રૂપિયા સુધી જાય છે.

હ્યુન્ડાઈ એક્સ્ટર નાઈટ એડિશન
સૌથી પહેલા જણાવી દઈએ કે, આ નવી નાઈટ એડિશન EXTER ના રેગ્યુલર મોડલ SX અને SX (O) પર આધારિત છે. Hyundai એ Exeter ના નાઇટ એડિશનને સંપૂર્ણપણે નવો લુક અને ડિઝાઇન આપી છે. તેમાં કેટલાક કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે. જે તેને નિયમિત મોડલથી અલગ પાડે છે. તેના આગળના ભાગમાં બ્લેક કલર્સ આપવમાં આવ્યા છે. તેમાં આગળ અને પાછળની સ્કિડ પ્લેટ્સ છે. નવી ડિઝાઇન કરાયેલા 15-ઈંચના ડાયમંડ કટ એલોય વ્હીલ્સ,આગળના બમ્પર સિવાય પાછળના ટેઇલગેટ પર કેટલાક રેડ એક્સેંટ આપેલા છે. જે તેને સ્પોર્ટી લુક આપે છે.

આ પણ વાંચો: Yuzvendra Chahalને હરિયાણા સરકાર તરફથી મળ્યું સન્માન

કેબિન કેવી છે
SUVની કેબિનને અલગ બનાવવા માટે દરેક પ્રયાસ કરવામાં આવ્યા છે. ઓલ-બ્લેક થીમથી સુશોભિત, કેબિન રેડ એક્સેંટ સાથે પૂર્ણ કરવામાં આવી છે. આ રેડ એક્સેંટ ફ્લોર મેટ, એર કન્ડીશન વેન્ટ્સ અને સ્ટીયરીંગ વ્હીલ પર જોવા મળે છે. આ ઉપરાંત, સાધનોની સૂચિ મોટે ભાગે પ્રમાણભૂત મોડલ જેવી જ હોય ​​છે. જેમાં સીટ પર નાઇટ એડિશન બેજિંગ આપવામાં આવ્યું છે. કંપનીએ તેના મિકેનિઝમમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેમાં 1.2 લિટર ક્ષમતાનું નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન છે. જે 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડાયેલું છે. આ એન્જિન 81bhpનો પાવર અને 113Nmનો ટોર્ક જનરેટ કરે છે.

મસ્ત છે ઈન્ટિરિયર
એક્સેટર નાઇટ એડિશન પાંચ મોનોટોન અને બે ડ્યુઅલ-ટોન કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે. જેમ કે સ્ટેરી નાઇટ, એટલાસ વ્હાઇટ, રેન્જર ખાકી, એબિસ બ્લેક રૂફ સાથે રેન્જર ખાકી, એબિસ બ્લેક, શેડો ગ્રે અને એબિસ બ્લેક રૂફ સાથે શેડો ગ્રે. જે કારને એકદમ નવી બનાવે છે. કારના શોખીનો માટે આ કાર ખરેખર બેસ્ટ ઓપ્શન છે. અંદરનો લૂક એટલો મસ્ત તૈયાર કરવામાં આવ્યો છે કે, ભલભલા કાર પ્રેમીનું દિલ અંદરના ઈન્ટિરિયર પર આવી જાય એમ છે.