March 13, 2025

વિક્રમ ઠાકોર બાદ વધુ એક કલાકાર નારાજ, સાગર પટેલે કહ્યું – પાટીદાર અને ક્ષત્રિય સમાજની અવગણના

મહેસાણાઃ વિધાનસભા ગૃહમાં કલાકારોને આમંત્રણ આપવાનો મામલે વધુ એક કલાકારે નારાજગી દર્શાવી છે. વિક્રમ ઠાકોરની નારાજગી બાદ પાટીદાર સમાજના કલાકારે નારાજગી દર્શાવી છે. પાટીદાર સમાજના કલાકાર સાગર પટેલ પણ સરકારથી નારાજ છે. તેમનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

કલાકાર સાગર પટેલ જણાવે છે કે, ‘સરકારે પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કલાકારોની અવગણના કરી છે. સરકાર બનાવવા માટે આ બંને સમાજ મહત્વનો ફાળો આપે છે. સરકારે આ બંને સમાજના કલાકારોને આમંત્રણ ન આપી અવગણના કરી છે. વિક્રમ ઠાકોરની નારાજગી સાથે હું પણ નારાજ છું. મારા સમાજના કોઈ કલાકારને બોલાવી સન્માન કર્યું હોત તો અમને ખુશી થાત. સરકાર અમારી મા-બાપ છે અમને ભૂલી ગયા છે તેનું અમને દુઃખ છે.’