રવિન્દ્ર જાડેજાએ નિવૃત્તિ પર મૌન તોડ્યું, અફવાઓ ન ફેલાવો

Ravindra Jadeja on Retirement: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં ટીમ ભારતે મેચ જીતી લીધી છે. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ ટુર્નામેન્ટ પછી રવિન્દ્ર જાડેજા ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે. પણ એવું ન થયું. હવે, ટુર્નામેન્ટ જીત્યાના એક દિવસ પછી, જાડેજાએ નિવૃત્તિ પર મૌન તોડ્યું છે.

આ પણ વાંચો: ICC Champions Trophy 2025: ચેમ્પિયન બન્યા પછી ટીમ ઈન્ડિયાને ‘વ્હાઇટ બ્લેઝર કેમ મળ્યું?

જાડેજાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી
જાડેજાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી. આમાં તેમણે ફક્ત એટલું જ લખ્યું, ‘બિનજરૂરી અફવાઓ ફેલાવશો નહીં.’ આભાર. એવું માનવામાં આવે છે કે આ પોસ્ટ દ્વારા જાડેજાએ પોતાની નિવૃત્તિના સમાચારને અફવા ગણાવી છે. જાડેજા હજુ પણ ભવિષ્યમાં ક્રિકેટ રમવાનો ઇરાદો હોય તેવું લાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે જાડેજા ઉપરાંત કેપ્ટન રોહિત શર્માના નિવૃત્તિના અહેવાલો પણ આવ્યા હતા. પરંતુ કેપ્ટને એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે નિવૃત્તિ લેવાનો નથી.