તાઈવાનમાં ભયંકર ભૂકંપ, 5.0ની તીવ્રતાના આંચકા અનુભવાયા

Taiwan: તાઇવાનના તૈતુંગ કાઉન્ટીના દરિયામાં 5.0 ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી અનુસાર તેનું કેન્દ્ર સમુદ્ર સપાટીથી 15 કિલોમીટર નીચે હતું. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે તે પૂર્વી ચીનના ફુજિયાન પ્રાંતના ફુઝોઉ, ક્વાનઝોઉ અને અન્ય વિસ્તારોમાં અનુભવાયા. સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા પર પણ ભૂકંપ વિશે માહિતી આપી છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
નોંધનીય છે કે, આ પહેલા 26 જાન્યુઆરીએ તાઇવાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર તાઇવાનમાં 5.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. GFZ એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર 16 કિલોમીટર (9.94 માઇલ) ની ઊંડાઈએ સ્થિત હતું.
આ પણ વાંચો: અમેરિકાથી સિગ્નલ મળતા જ યુક્રેનની સેનાએ રશિયામાં મચાવ્યો હાહાકાર, દર કલાકે માર્યા 55 સૈનિક
આ પહેલા 21 જાન્યુઆરીએ તાઇવાનમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેમાં ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. 21 જાન્યુઆરીના રોજ દક્ષિણ તાઇવાનમાં 6.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં 27 લોકો ઘાયલ થયા હતા. આ ઉપરાંત ઘણી જગ્યાએ મિલકતને પણ નુકસાન થયું હતું. ભૂકંપ રાત્રે 12:17 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ ચિયાયી કાઉન્ટી હોલથી 38 કિમી દક્ષિણ-પૂર્વમાં 10 કિમીની ઊંડાઈએ હતું.