September 18, 2024

કોહલી પાસે ODI ક્રિકેટમાં ઐતિહાસિક રેકોર્ડ બનાવવાની તક

Virat Kohli ODI Runs: વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. ભારતના સિનિયર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી વનડે શ્રેણીમાં વાપસી કરશે. T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા પછી રોહિત-વિરાટની આ પ્રથમ સિરીઝ હશે. T20 વર્લ્ડ કપ જીત્યા પછી આ બંને ખેલાડીઓની નજર હવે ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારીઓ શરૂ કરવા પર રહેશે. કોહલી વનડે સીરીઝમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.

એકમાત્ર બેટ્સમેન
વિરાટ કોહલીએ વર્ષ 2008માં ભારત તરફથી ODI ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ઘણી વખત ટીમ ઈન્ડિયાને હારતા હારતા જીત અપાવી છે. તે એકમાત્ર એવો ખેલાડી છે જેણે વનડેમાં 50 સદી ફટકારી છે. તેણે પોતાની ODI કારકિર્દીમાં 280 ઇનિંગ્સમાં કુલ 13848 રન બનાવ્યા છે. હવે જો વિરાટ કોહલી શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં વધુ 152 રન બનાવશે તો તે 14000 વનડે રન પૂરા કરી દેશે. વનડે ક્રિકેટમાં સચિનના નામે 18426 રન છે. તેંડુલકર ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેનની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકર- 18426 રન, વિરાટ કોહલી- 13848 રન, સૌરવ ગાંગુલી- 11363 રન, રાહુલ દ્રવિડ- 10889 રન, મહેન્દ્ર સિંહ ધોની- 10773 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: શૂટિંગમાં ભારત માટે વધુ એક મેડલ, સ્વપ્નિલે જીત્યો બ્રોન્ઝ મેડલ

આટલા રન બનાવ્યા હતા
વિરાટ કોહલીએ શ્રીલંકા સામે અત્યાર સુધીમાં 53 વનડે મેચ રમી હતી. જેમાં તેણે 2594 રન બનાવ્યા છે. તેણે શ્રીલંકાની ટીમ સામે ODI ક્રિકેટમાં કુલ 10 સદી પણ ફટકારી છે. શ્રીલંકાની ટીમ સામે તેમનું પ્રદર્શન હમેંશા સારું જોવા મળ્યું છે.