September 20, 2024

શું CNG બાઈકથી ખતરો છે? Bajaj Freedom 125 ને લઈને લોકોમાં સલામતીને લઈ ચિંતા

ભારતમાં Bajaj Freedom 125ના લોન્ચને લઈને લોકોમાં મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. જ્યાં એક તરફ લોકો CNG બાઈકને વધુ સારા પ્રવાસી વાહન તરીકે જોઈ રહ્યા છે, જેની પાછળનું સૌથી મોટું કારણ તેની જબરદસ્ત માઈલેજ છે તો બીજી તરફ સુરક્ષાને લઈને ઘણી ચિંતાઓ છે, કારણ કે CNG સિલિન્ડરને લઈને પણ વિવિધ બાબતો ચાલી રહી છે . બજાજ ફ્રીડમ બાઇકમાં સીટની નીચે CNG ટાંકી છે જે લોકોને વિચારવા મજબૂર કરી રહી છે કે શું તેમાં કોઈ ખતરો છે. જોકે કંપનીનું કહેવું છે કે તે 11 ટેસ્ટમાં સફળ રહ્યું છે અને તેમાં કોઈ બ્લાસ્ટ કે અન્ય કોઈ પ્રકારનો ખતરો નથી.

શું CNG મોટરસાઈકલ જોખમી છે?
હવે વાત કરીએ લોકોની ચિંતાની કે શું CNG મોટરસાઈકલ જોખમી છે? પેટ્રોલની વધતી કિંમતો અને પ્રદૂષણને કારણે CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) બાઇકને આર્થિક અને ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. પરંતુ શું સીએનજી બાઈક લાગે છે એટલી સલામત છે? ખરેખરમાં CNG એક જ્વલનશીલ ગેસ છે અને જો ટાંકી અથવા પાઇપલાઇનમાં લીકેજ હોય ​​તો આગ લાગવાનું જોખમ વધી જાય છે. અકસ્માતમાં સીએનજીની ટાંકી ક્ષતિગ્રસ્ત થવાની સંભાવના છે.

જો સીએનજી ટાંકીમાં વધુ પડતું દબાણ આવે તો તે ફાટી શકે છે. જો કે આવું ભાગ્યે જ બને છે. જો આવું થાય તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. CNG મોટરસાઈકલમાં પેટ્રોલ બાઈક કરતાં વધુ જટિલ ઈંધણ પ્રણાલી હોય છે જેના કારણે યાંત્રિક નિષ્ફળતાનો ખતરો વધી જાય છે. જોકે આ તમામ બાબતોને લઈને CNGએ વીડિયો દ્વારા સ્પષ્ટપણે કહ્યું છે કે ફ્રીડમ 125માં સુરક્ષા સંબંધિત તમામ ચિંતાઓ દૂર કરવામાં આવી છે . અત્રે એક વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભારતમાં સીએનજી રિફિલિંગ સ્ટેશનનું નેટવર્ક હજુ પણ વિકસી રહ્યું છે, જેના કારણે બાઇક સવારોને રિફ્યુલિંગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

CNG બાઇક પેટ્રોલથી ચાલતી બાઇક કરતા ઓછા ગ્રીનહાઉસ ગેસ અને પ્રદૂષકોનું ઉત્સર્જન કરે છે. સાથે જ CNG બાઈક પણ વધુ માઈલેજ આપે છે જેના કારણે પૈસાની બચત થાય છે. CNG બાઈક પેટ્રોલથી ચાલતી મોટરસાઈકલ કરતાં ઓછો અવાજ ઉત્પન્ન કરે છે.