રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે, હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગે ફરીથી ઠંડી વધે તેવી આગાહી કરી છે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે પવન ફૂંકાશે. અંદાજે પવનની ગતિ 15થી 33 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પંચમહાલમાં પવન ફૂંકાશે.
આ ઉપરાંત ગુજરાતના રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢમાં પવન ફૂંકાશે. મોટાભાગના દરિયાકિનારાના વિસ્તારોમાં 35થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
આ સાથે જ સમગ્ર ગુજરાતના અનેક ભાગોમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. ત્યારે આગામી 22મી ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી ઠંડી રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.