June 30, 2024

સ્માર્ટફોનથી મળશે છૂટકારો! Elon Musk લાવી રહ્યા છે નવી ટેક્નોલોજી

Neuralink Telepathy: ટેક્નોલોજીમાં દરરોજ કંઈક નવું થાય છે. પહેલા ટેલિફોનનો યુગ હતો અને પછી ફીચર ફોનનો યુગ હતો ત્યારબાદ સ્માર્ટફોનનો પ્રવેશ થયો. જોકે હવે વાત સ્માર્ટફોન તરફ આગળ વધી રહી છે. એલન મસ્કએ જાહેરાત કરી છે કે તેઓ એક નવી ટેક્નોલોજી લાવી રહ્યા છે જે સ્માર્ટફોનને સમાપ્ત કરી દેશે. જો મસ્કનું માનીએ તો ન્યુરાલિંક બ્રેઈન ચિપ સ્માર્ટફોનને રિપ્લેસ કરશે. એલન મસ્કે સોશિયલ મીડિયા X પર એક જવાબમાં આ પ્રકારનું નિવેદન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે એલન મસ્ક ન્યુરાલિંકના સીઈઓ છે અને તેમની કંપની બ્રેઈન ચિપ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. તેમણે આ ટેક્નોલોજીનું પરીક્ષણ 29 વર્ષના વ્યક્તિ પર કર્યું છે.

તમારા વિચારથી કંટ્રોલ કરી શકશો ડિવાઈસ
એલન મસ્કની એક પોસ્ટમાં AI જનરેટેડ તસવીરમાં જોઈ શકાય છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે એલન મસ્કના કપાળ પર ન્યુરાલિંક ડિઝાઈન નેટવર્ક જોઈ શકાય છે. તેમનું કહેવું છે કે ટૂંક સમયમાં તમે તમારા સ્માર્ટફોનને તમારી વિચારસરણીથી નિયંત્રિત કરી શકશો. મસ્ક અન્ય ટ્વિટરમાં કહે છે, ટૂંક સમયમાં ભવિષ્યમાં કોઈ ફોન નહીં હોય. તમને ફક્ત ન્યુરાલિંક જ દેખાશે.

આ પણ વાંચો: WhatsApp પર આ દેશોને નથી ભરોસો, સરકારોએ મૂક્યો છે પ્રતિબંધ

ન્યુરાલિંક ટેકનોલોજી શું છે?
ન્યુરાલિંક એક રોબોટિક ટેક્નોલોજી છે જે તમારા મગજ સાથે જોડાયેલ હશે. આમાં કોઈપણ ડિવાઈસને તમારા ફોન અથવા કોમ્પ્યુટરથી ફક્ત વિચારીને નિયંત્રિત કરી શકાય છે. ન્યુરાલિંક વાયરલેસ રીતે ડેટા ટ્રાન્સમિટ કરે છે જે રીતે તમે વાયરલેસ હેડફોન પર ગીતો સાંભળો છો. એ જ રીતે તમારા મગજમાં એક ઉપકરણ ફીટ કરવામાં આવશે. આ પછી તમે ઉપકરણને નિયંત્રિત કરી શકશો.