Bharat Jodo Nyay Yatra: રાહુલની માલદાથી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ
પશ્ચિમ બંગાળ: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ આજે પશ્ચિમ બંગાળના માલદાથી તેમની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે. રાહુલને મળવા માટે અહીં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. નોંધનીય છે કે બુધવારે માલદામાં જ રાહુલની કારને અકસ્માત નડ્યો હતો. રાહુલનો કાફલો માલદા થઈને મુર્શિદાબાદ પહોંચ્યો હતો. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી આ જિલ્લામાં બીડીના કામદારોને મળ્યા હતા. આ દરમિયાન રાહુલ થોડીવાર કાર્યકર્તાઓ સાથે બેસીને વાતો કરતા જોવા મળ્યા હતા.
#WATCH | Congress MP Rahul Gandhi resumed his Bharat Jodo Nyay Yatra from Malda, West Bengal today. pic.twitter.com/iMumbb3ruQ
— ANI (@ANI) February 1, 2024
રાહુલે માલદાથી પોતાના પ્રવાસની શરૂઆત કરી
આ અકસ્માતમાં કોંગ્રેસે પહેલા દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીના વાહન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં કહેવામાં આવ્યું હતું કે વાહનની સામે એક મહિલા આવતાં અચાનક બ્રેક મારવાને કારણે રાહુલ ગાંધીની કારનો પાછળનો કાચ તૂટી ગયો હતો. જો કે, બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને આ અકસ્માતની માહિતી મળી છે, આ ઘટના માલદાની નથી પરંતુ કટિહારની છે. આ અકસ્માત બાદ રાહુલ ગાંધીએ ફરી ગુરુવારે પોતાની યાત્રા શરૂ કરી હતી.
#WATCH | West Bengal: Congress MP Rahul Gandhi interacts with 'beedi' workers as Bharat Jodo Nyay Yatra reaches Murshidabad. pic.twitter.com/8hczudEaNZ
— ANI (@ANI) February 1, 2024
રાહુલ મુર્શિદાબાદમાં બીડીના કામદારોને મળ્યા
રાહુલનો કાફલો માલદા થઈને મુર્શિદાબાદ પહોંચ્યો હતો. રાહુલ ગાંધી આ જિલ્લામાં બીડીના કામદારોને મળ્યા હતા. રાહુલ થોડીવાર કાર્યકર્તાઓ સાથે બેસીને વાતો કરતા જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે માલદા અને મુર્શિદાબાદ બંને જિલ્લા કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.