7 ગુનાઓમાં વોન્ટેડ બુટલેગર અમદાવાદ PCB પોલીસના હાથે ઝડપાયો
મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં PCBએ કુખ્યાત બુટલેગરની ધરપકડ કરી છે. ઝડપાયેલ બુટલેગર રાજસ્થાનમાં દારૂના ગોડાઉન રાખીને ગુજરાતમા દારૂનો સપ્લાય કરતો હતો. ઝડપાયેલા બુટલેગર ગુજરાતમાં સાત ગુનામાં વોન્ટેડ હતો. PCBએ રાજેસ્થાનથી બુટલેગરની ધરપકડ કરી લીધી છે.
અમદાવાદ PCB પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપી રાજેસ્થાનનો બુટલેગર મુકેશ ઉર્ફે રાજુ બિશ્નોઈ વિરૂધ્ધ અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, મોરબી અને પંચમહાલમા દારૂના 7 જેટલા ગુના નોંધાયા હતા. આ બુટલેગર 2021થી વોન્ટેડ હતો. PCBને બાતમી મળી હતી કે આ કુખ્યાત બુટલેગર રાજેસ્થાનમા છુપાયો છે. જેથી PCBની ટીમે બાતમીના આધારે રાજેસ્થાન પહોંચી હતી. જ્યાં આરોપીને ઝડપી લીધો હતો. આ બુટલેગર ખાનગી વાહનોમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારમા દારૂનો સપ્લાય કરતો હોવાનુ ખુલ્યુ છે. PCBએ આરોપીને ઝડપીને ઓઢવ પોલીસને સોંપ્યો છે.
PCBની તપાસમાં સામે આવ્યુ કે આ બુટલેગરે અઢી કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂની સપ્લાય કરી ચૂક્યો છે. આ બુટલેગરનું રાજેસ્થાનમા દારૂનો ઠેકો પણ આવેલો છે. આ ઠેકાના ગોડાઉનમાંથી વિદેશી દારૂ કન્ટેનર કે ટ્ર્ક મારફતે ગુજરાતમા પ્રવેશ કરતો હોય છે અને ઓઢવ, મોરબી કે પંચમહાલમા ગોડાઉન ભાડે રાખીને દારૂનો જથ્થો છુપાવીને સપ્લાય કરતો હતો. હાલમા આ બુટલેગરની ધરપકડ કરીને પોલીસે દારૂના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.
હાલ તો, અમદાવાદ PCB પોલીસે બુટલેગર મુકેશ ઉર્ફે રાજૂ બિશ્નોઈની ધરપકડ કરીને ઓઢવ પોલીસને સોંપી દીધો છે. ઓઢવ પોલીસે આરોપીના કોર્ટમાં રિમાન્ડ મેળવીને તેની સાથે સંડોવાયેલા અન્ય આરોપીની શોધખોળ શરૂ કરી છે.