October 5, 2024

Headphones Collection: સંગીત પ્રેમીઓ માટે આ 4 હેડફોન

અમદાવાદ: આજના સમયમાં સંગીત દરેક લોકોને સાંભળવું પડે છે. સંગીતપ્રેમીઓ હમેંશા એવા હેડફોનની શોધમાં હોય છે કે જેમાં પ્રીમિયમ ઓડિયો સાંભળવા મળે અને તે હેડફોનની કિંમત પણ ઓછી હોય. ત્યારે અમે તમારા માટે એવી જ માહિતી લઈને આવ્યા છીએ જેમાં પ્રીમિયમ ઓડિયો અને નોઈઝ કેન્સલેશન ફીચર સાથે કેટલાક હેડફોનના ઓપશન મળી રહે.

1.સોની WH-CH710N: આ હેડફોન ઉત્તમ અવાજ સંભળાઈ છે. તેની બેટરી લાઇફ પણ ખુબ સારી જોવા મળે છે. એક વાર તેને ચાર્જ કરવામાં આવે તો તે 35 કલાક સુધી ચાલે છે.

2. બોસ સાઉન્ડલિંક અરાઉન્ડ-ઇયર વાયરલેસ હેડફોન્સ II: આ હેડફોન્સ ઉચ્ચ ગુણવત્તાની અવાજ સંભળાઈ છે. જો તમે Sony WH-CH710N પસંદ કરતા નથી તો તમે બોસ સાઉન્ડલિંક અરાઉન્ડ-ઇયર વાયરલેસ હેડફોન્સ પસંદ કરી શકો છો. તેની બેટરીની લાઈફ થોડી લાંબી છે. તમને જણાવી દઈએ કે એક જ ચાર્જ પર 40 કલાક સુધી ચાલે છે.

3. સેન્હેઇઝર HD 450BT: જેઓ બજેટ રેન્જમાં સારા હેડફોન્સ લેવા માંગે છે તેના માટે બેસ્ટ છે. ઉપર આપેલા હેડફોન્સ જેટલી સારી ધ્વનિ ગુણવત્તા તો નથી જોવા મળતી પરંતુ તેની બેટરી લાઇફ ઘણી સારી જોવા મળે છે. એકવાર ચાર્જ કર્યા પછી તે 30 કલાક સુધી ચાલે છે.

4. એન્કર સાઉન્ડકોર લાઇફ P3: આ હેડફોન એ લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ છે જેઓ એક સારા બજેટ સાથે હેડફોન્સની શોધમાં છે. આમાં ઉપર સૂચિબદ્ધ હેડફોન્સ જેટલી સારી ઓડિયો ગુણવત્તા અને અવાજ રદ કરવાની સુવિધાઓ નથી, પરંતુ તેઓ હજુ પણ ખૂબ જ સારો અવાજ પ્રદાન કરી શકે છે. તેને ચાર્જ કર્યા બાદ તે 60 કલાક સુધી ચાલે છે.

આ રાખો ધ્યાન
ઓડિયો ગુણવત્તાની વાત કરવામાં આવે તો તમને સ્પષ્ટ અને સંતુલિત અવાજ પહોંચાડતા હેડફોન લેવા જોઈએ છે. તમે સારા સંગીત સાથે લાંબા સમય સુધી પહેરવામાં આરામદાયક હોય તેવા હેડફોન્સ પસંદ કરવા જોઈએ. તમે હેડફોન્સ લેવાના છો તો બેટરી લાઇફ પણ મહત્વની છે જેના કારણે તમારે બેટરી લાઇફ લાંબી હોય જેથી તમારે તેને વારંવાર ચાર્જ ન કરવો પડે. હેડફોનની કિંમતો રૂપિયા 1,000 થી રૂપિયા 50,000 કે તેથી વધુની વચ્ચે હોઇ શકે છે. તમારી બજેટ રેન્જ નક્કી કરવી મહત્વપૂર્ણ છે જેથી કરીને તમે તમારા બજેટમાં આવતા હેડફોનોને ધ્યાનમાં લઈ શકો.