November 15, 2024

ફંગલ ઈન્ફેક્શનને આ રીતે કરો દૂર

Fungal Infection: ફંગલ ઇન્ફેક્શન, જેને માયકોસિસ પણ કહેવાય છે, તે ફૂગના કારણે થતો રોગ છે. સામાન્ય રીતે ત્વચા, નખ, વાળ અને મ્યુકસ મેમ્બ્રેન ફૂગના ચેપથી વધુ પ્રભાવિત થાય છે. આવો જાણીએ કે આ ફૂગના ચેપનું જોખમ કેવી રીતે દૂર કરી શકાય છે.

નબળી રોગપ્રતિકારક શક્તિ
ચોમાસું સીઝનમાં સતત પાણીમાં ત્વચા કે શરીર રહેવાને કારણે આવું શરીરમાં થાય છે. જે લાંબાગાળે શરીરની ચામડીને નુકસાન કરે છે. એટલું જ નહીં મોં, ગળા અને પેશાબની નળીઓ સહિત શરીરના અન્ય ઘણા ભાગોને પણ સંક્રમિત કરી શકે છે. નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ફૂગના ચેપનું જોખમ વધારે હોય છે.

ઈન્ફેક્શન લાગવાના ચાન્સ
ફૂગના ચેપને એની મારક દવાથી અટકાવી શકાય છે. સામાન્ય રીતે તો કોઈ પણ વ્યક્તિ ફંગલ ઈન્ફેક્શનનો શિકાર થઈ શકે છે. પણ શરીરના જે ભાગોમાં વધારો પડતો ઘસારો લાગે છે કે, ભેજ સચવાઈ રહે છે ત્યાં આવું ઈન્ફેક્શન લાગવાના ચાન્સ વધારે હોય છે. આ ઉપરાંત જેઓને ડાયાબિટિઝ છે એમના માટે પણ આ સીઝન જોખમી માનવામાં આવે છે. જ્યારે કેન્સર જેવી બીમારીનો ભોગ બનેલા કોઈ લોકો વધારે સમય સુધી પાણીમાં રહે તો પણ આ ચેપ લાઈ શકે એમ છે. આમાં પણ ત્રણ પ્રકારના ઈન્ફેક્શન હોય છે.જે ચામડીના નીચેના લેયર સુધી પહોંચીને પણ નુકસાન કરી શકે છે. કારણ કે, સતત પલળવાથી કે પાણીમાં રહેવાથી શરીરના અંદરના લેયરને પણ નુકસાન થાય છે. ડીપ ફંગલ ઈન્ફેક્શનને સૌથી વધારે જોખમી માનવામાં આવે છે.

આ પણ વાંચો: ફ્રીઝ વગર ઘી બગડતું નથી પણ માખણ કેમ ફ્રીઝ વગર બગડે છે? જાણો કારણ

 સાદા પાણીથી સ્નાન
આવી સીઝનમાં બને ત્યાં સુધી કોઈ ટાઈટ કપડાં ન પહેરવા જોઈએ. ઈનર પણ સામાન્ય ટાઈટનેસ કરતા થોડા ઢીલા પહેરવા જોઈએ. વરસાદમાં ભીના થવાયું હોય તો સ્વચ્છ પાણીથી સ્નાન કરવું જોઈએ. ચોમાસું સીનઝનમાં પબ્લિક બાથરૂમનો ઉપયોગ ન કરવો જોઈએ.શરીરના કોઈ જ ભાગમાં ભેજ કે પાણી ન રહે એવી રીતે શરીરને લૂંછવું જોઈએ. ચોમાસું સીઝમાં બેથી ત્રણ વખત ન્હાવાની આદત હોય તો એ આવી સ્થિતિમાં નુકસાન કરી શકે છે. કોટનના કપડાં પહેરવા જોઈએ. વરસાદમાં ભીના થઈને આવ્યા હોવ તો કોઈ શેમ્પુ કે સાબુનો સીધો ઉપયોગ કરવા કરતા સાદા પાણીથી સ્નાન કરવું હિતાવહ છે. બીજા દિવસે સાબુ કે શેમ્પુ વાપરવું જોઈએ