November 15, 2024

ગરબા રમવા જવાની ના પાડતા BBAની વિદ્યાર્થિનીનો આપઘાત

રાજકોટ: નવરાત્રિ શરૂ થતાંની સાથે જ ગુજરાતની જનતાને ગરબાનું અનેરું ઘેલું લાગે છે. નવરાત્રિના નવે-નવ દિવસ ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમતા હોય છે. જોકે, ઘણીવાર ગરબા રમવાનું આ ઘેલું ગાંડપણ પણ બની જતું હોય છે. આવો જ એક કિસ્સો રાજકોટથી સામે આવ્યો છે જ્યાં એક યુવતીને ગરબા રમવાની ના પાડતા તેને ગળે ફાંસો ખાઓ લીધો હતો.

રાજકોટમાં ગરબે રમવા જવાનીના પાડતા વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવી છે. BBAમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થિનીને ગરબા રમવાની ના પાડતા તેને લાગી આવતા આપઘાત કરી લીધો હતો. 2જી ઓકટોબરના રોજ યુવતીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બે દિવસની સારવાર બાદ આજે વિદ્યાર્થિનીનું કરૂણ મોત થયું છે.

મૃતક મહિલાની ઓળખ ભૂમિકા વાળા તરીકે થઈ છે. જાણવા મળી રહ્યું છે કે ભૂમિકાની તબિયત સારી ન હોવાના કારણે પિતાએ તેને સારું થઈ ગયા બાદ ગરબે રમવા જવાનું કહ્યું હતું. જોકે, આ વાતનું તેને એટલું લાગી આવ્યું હતું કે તેને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું.