November 11, 2024

Instagram પર લાઈક્સ વધારવા માટે આ કરો

Instagram: આજના સમયમાં મોટા ભાગના લોકો ઈન્સ્ટાગ્રામનો યુઝ કરી રહ્યા છે. જેમાં ઈન્સ્ટાગ્રામ પર રીલ્સમાં વ્યૂઝ લાવવા માટે લોકો મથે છે. પરંતુ તેમને ખબર હોતી નથી કે રીલ્સ અપલોડ કરવાના સમયનો પણ એક મહત્વનો ભાગ હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે કયાં સમયે તમે રીલ્સને કરશો અપલોડ જેના થકી તમને મળશે કરોડોમાં લાઈક્સ.

એક્ટિવ યુઝરનો વિકલ્પ
ઇન્સ્ટાગ્રામ પર તમે સવારે 6 વાગ્યે, સવારે 9 વાગ્યે, બપોરે 12 વાગ્યે અને બપોરે 3 વાગ્યે, સાંજે 6 વાગ્યે રીલ્સ પોસ્ટ કરી શકો છો. આ ઉપરાંત, તમે રાત્રે 9 વાગ્યાથી 11-12 વાગ્યાની વચ્ચે રીલ્સ પણ પોસ્ટ કરી શકો છો. આ સમય તમને એટલા માટે કહી રહ્યા છીએ કે કારણ કે મોટા ભાગના લોકો આ સમય દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ હોય છે. જો તમે આ સમયે રિલ્સ અપલોડ કરો છો તો તમારા વ્યુઝ આવવાની શક્યતાઓ વધી જાય છે. Insights પર જઈને એક્ટિવ યુઝરનો વિકલ્પ પણ જોઈ શકો છો.

આ પણ વાંચો: જો તમારી પાસે Vodafone-Idea SIM છે તો આ પ્લાન તમારા માટે બેસ્ટ

વ્યૂઝ માટે સખત મહેનત
આજકાલ દરેક વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પર લાઇક્સ અને વ્યૂઝ માટે સખત મહેનત કરી રહ્યા છે.જેના માટે તેઓ સતત પોસ્ટ કરે છે અને કન્ટેન્ટ માટે પણ લોકોને પંસદ હોય તેવું પિરસવામાં આવે છે. તો પણ વ્યૂઝ આવતા નથી. કારણ કે તેમાં સમય પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જો તમારે રિલ્સમાં વયૂઝ લાવવા છે તો આ માટે તમારે યોગ્ય સમયે યોગ્ય સામગ્રી પોસ્ટ કરવી પડશે. આ માટે તમારે તમારા ઈન્સ્ટાગ્રામના ઈન્સાઈટ્સ/પ્રોફેશનલ ડેશબોર્ડ સેક્શનમાં જવું પડશે. જેમાં તમે અહીં તમે એક્ટિવ યુઝરનો ચોક્કસ સમય જાણી શકો છો.

તમારૂ એકાઉન્ટ હેક
ઇન્સ્ટાગ્રામ પર એક નવું કૌભાંડ ઝડપાયું છે. જે લોકોના એકાઉન્ટ હેક કરી રહ્યું છે. જો તમે તમારા ખાતાને છેતરપિંડી કરનારાઓની દુષ્ટ નજરથી બચાવવા માંગતા હો, તો તમારે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. જેમાં લોકોને મેસેજ આવી રહ્યા છે કે તમારા એકાઉન્ટ પર એવી કેટલીક સામગ્રી મળી છે જે અમારા કોપીરાઇટ કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે. જેના કારણે આવનારા 24 કલાકમાં તમારૂ ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ તમને લિંક આપવામાં આવશે જેના પર તમે ક્લિક કરશો તો તમારૂ એકાઉન્ટ હેક થઈ શકે છે.