ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા સ્મૃતિ મંધાના થઈ ગઈ ભાવુક
INDW vs NZW: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવા માટે મેદાનમાં આજે ઉતરવાની છે. ટીમ ઈન્ડિયાની પહેલી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમાવાની છે. આ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એક વીડિયો શેર કર્યો છે.
વીડિયો થયો વાયરલ
ખેલાડીઓના પરિવારજનોએ તેમની પુત્રીઓને શુભકામના પાઠવી હતી. તેમના પરિવારના લોકોએ ખેલાડીઓને પ્રેરણા આપી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્મૃતિ મંધાના પોતાના પરિવારનો વીડિયો જોઈને ખૂબ જ ભાવુક જોવા મળી રહી હતી. તેના પરિવારના લોકોએ તેને શુભેચ્છા પાઠવી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌર પણ પરિવાર તરફથી મળેલી શુભકામનાઓ મળવાથી ખુશ પણ જોવા મળી હતી.
View this post on Instagram
ભારતીય મહિલા ટીમ તેની પહેલી મેચ
ભારતીય મહિલા ટીમ તેની પ્રથમ મેચ આજના દિવસે સાંજના રમશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. સાંજના 7.30 કલાકે આ મેચનું આયોજન કરવામાં આવશે. ટીમને ગ્રુપ Aમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને શ્રીલંકાની સાથે રાખવામાં આવી છે.
આ પણ વાંચો: સચિન તેંડુલકરનો આ અભેદ્ય રેકોર્ડ તોડશે જયસ્વાલ?
મહિલા T20 વર્લ્ડ કપ માટે બંને ટીમોની ટીમ
ભારત: જેમિમાહ રોડ્રિગ્સ, રિચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, પૂજા વસ્ત્રાકર, હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, દીપ્તિ શર્મા, અરુંધતિ રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, દયાલન હેમલતા, આશા શોભના, રાધા યાદવ, શ્રેયંકા પાટીલ, શ્રેયંકા પાટિલ. .
ન્યુઝીલેન્ડ: મેડી ગ્રીન, બ્રુક હેલીડે, ફ્રેન જોનાસ, લેઈ કેસ્પરેક, મેલી કેર, જેસ કેર, સોફી ડેવાઇન (કેપ્ટન), સુઝી બેટ્સ, એડન કાર્સન, ઇઝી ગેજ,રોઝમેરી મેર, મોલી પેનફોલ્ડ, જ્યોર્જિયા પ્લિમર, હેન્ના રોવે, લી તાહુહુ .