November 24, 2024

દર મહિને 10 હજારનું રોકાણ તમને બનાવશે માલામાલ….

Investment: આજે બધા લોકો અમીર થવા માંગે છે. બધા લોકો પોતાના સપના સાકાર કરવા માંગે છે. હાલના સમયમાં અમીર થવું જરા પણ અસંભવ નથી. નાની રકમનું રોકાણ અને થોડા સંયમથી તમે પણ અમીર થઈ શકો છો. તો બસ આજે અમે તમારા માટે એક ખાસ ઈન્વેસ્ટમેન્ટ સ્કિમ લઈની આવી છું. જે તમને થોડા જ સમયમાં અમીર કરી નાખશે.

SIP માં રોકાણ કેવી રીતે ?
રોકાણ જો સમજદારી સાથે કરવામાં આવે તો તમારા પૈસા હંમેશા બમણા થઈને પાછા આવે છે. આજના સમયેમાં લોકોની બદલાતી જરૂરતોને જોઈને બજારમાં રોકાણ કરવા માટેના ઘણા ઉપાયો છે. તેમાંથી એક છે એસઆઈપી. એસઆઈપી એટલે કે સિસ્ટેમૈટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન. આ નામ પરથી જ સ્પષ્ટ સમજાય છેકે નિયમિત રોકાણ કરવાની યોજના.

AMC કંપનીઓ આપે છે વિકલ્પ
એસઆઈપીથી શેરમાં રોકાણ કરવામાં આવે છે. તમે ડેટ અથવા કમોડિટી જેમ કે ગોલ્ડમાં પણ એસઆઈપી કરી શકો છો. અલગ અલગ એસેટ મેનેજમેન્ટ કંપનીઓ એસઆઈપીની અંદર અલગ અલગ વિકલ્પો પણ આપી રહી છે. તમારી જોખમ ઉપાડવાની ક્ષમતા અને રિટર્ન મેળવવાની ઈચ્છાને બેલેન્સ કરતા તમને પસંદી વિકલ્પને પસંદ કરી શકો છો.

માત્ર 18 વર્ષમાં બનશો કરોડપતિ
એસઆઈપી અને રિટર્ન ઘણી વાતો પર નિર્ભર છે. આમાં તમને સારા એવા રિટર્ન મળી શકે છે. એવું પણ બની શકે તે તમને તમારા રોકાણ પર ઓછા પ્રમાણમાં રિટર્ન મળે. એક ઉદાહરણ તરીકે ગણતરી કરીએ તો સરેરાશ તમારા રોકાણ પર 15 ટકા રિટર્ન મળે છે. ગ્રોના એસઆઈપી કેલક્યુલેટરના હિસાબે 15 ટકાના રિટર્ન પર 10 હજારની મહિનાની એસઆઈપીમાં રોકાણ કરવામાં આવે તો 10 વર્ષમાં 27.86 લાખ રૂપિયા, 15 લાખમાં 67.68 લાખ રુપિયા અને 20 વર્ષમાં 1.52 કરોડ રુપિયા મળશે. 10-10 હજાર રુપિયા દર મહિને સતત 18 વર્ષ રોકાણ કરવાથી કરોડપતિ બની શકો છો.

કમ્પાઉન્ડિંગની તાકાત
એસઆઈપી પર મળવા વાળા રિટર્નનો રાજા કમ્પાઉન્ડિંગ છે. કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ. એસઆઈપી દ્વારા રોકાણ કરવાથી તેની મુળ રકમમાં વધારો થાય છે. તેમાં રિટર્નના પૈસાને પણ જોડવામાં આવે છે. આથી જ કમ્પાઉન્ડિંગને દુનિયાની આઠમી અજાયબી કહેવામાં આવે છે.