March 16, 2025

WPL 2025: ટાઇટલ જીત્યા પછી મુંબઈ ઇન્ડિયન્સ પર થયો કરોડો રૂપિયાનો વરસાદ, દિલ્હી કેપિટલ્સ હારીને પણ થઈ માલામાલ

WPL 2025 Mumbai Indians: WPL 2025ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સની જીત થઈ છે. મુંબઈ ઇન્ડિયન્સને દિલ્હી કેપિટલ્સને 8 રનથી હાર આપી હતી. ખાસ વાત તો એ હતી કે આ મેચમાં દિલ્હીની ટીમ નાના લક્ષ્યનો પણ પીછો કરી શકી નહીં. મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરી હતી. જેમાં ટીમે 149 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સ ફક્ત 141 રન જ બનાવી શક્યું ના હતું. દિલ્હીની ટીમ હાર્યા પછી પણ માલામાલ થઈ ગઈ છે. આવો જાણીએ બંને ટીમને કેટલા પૈસા મળ્યા.

આ પણ વાંચો: RTE પ્રવેશ માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આવક મર્યાદા વધારીને 6 લાખ કરાઈ

ટાઇટલ જીતવા બદલ 6 કરોડ રૂપિયા મળ્યા
મુંબઈ ઇન્ડિયન્સની ટીમે WPL 2025નું ટાઇટલ જીતી લીધું છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમને ઈનામી રકમ તરીકે 6 કરોડ રૂપિયા મળ્યા હતા. મુંબઈની સામે દિલ્હીએ હાર્યા પછી 3 કરોડ રૂપિયા મળ્યા હતા. મહત્વની વાત તો એ છે કે દિલ્હી કેપિટલ્સ ટીમ સતત ત્રીજી ફાઇનલ હારી ગઈ છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સે પોતાનો બીજો WPL ખિતાબ જીત્યો છે. મહત્વની વાત તો એ છે કે દિલ્હીની ટીમનું ત્રીજી વાર ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થયું છે.