IPLની 17 સિઝન પૂર્ણ થઈ પરંતુ માત્ર આ 7 ટીમોએ જ ટાઇટલ જીત્યું

IPL 2025: આઈપીએલ દુનિયામાં સૌથી વધારે જોવાતી ક્રિકેટ લીગ છે. ઘણા સ્ટાર ક્રિકેટરોએ અહીં રમીને પોતાની કારકિર્દી બનાવી છે. IPL ની 17 સિઝન પૂર્ણ થઈ ગઈ છે હવે આવનારી સિઝન 18મી સીઝન હશે. 22 માર્ચથી IPL 2025 શરૂ થશે. પરંતુ તમને ખબર છે કે 17 સિઝનમાં ફક્ત 7 ટીમ જ ટાઇટલ જીતવામાં સફળતા મેળવી છે.

આ પણ વાંચો: Pakistan Blast: બલૂચ આર્મીનો પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો, 90 સૈનિકો શહીદ

આ ટીમે ટાઇટલ જીત્યું
દુનિયામાં સૌથી વધારે આઈપીએલ જોવામાં આવે છે. અત્યાર સુધીમાં 17 સિઝન પૂર્ણ થઈ ગઈ છે. આ 17 સિઝનમાં ફક્ત KKR, સનરાઇઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઇન્ડિયન્સ, CSK, ડેક્કન ચાર્જર્સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રોયલ્સ જેવી ટીમો જ ટાઇટલ જીતી શકી છે. આ સિવાય કોઈ પણ ટીમ ટાઇટલ જીતવામાં સફળ રહી નથી. 2008 થી ભાગ લઈ રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે 5 વખત IPL ટાઇટલ જીત્યું છે. જ્યારથી ટીમનું આગમન થયું છે ત્યારથી તેનો ચાહકવર્ગ અઢળક છે. હાલમાં રુતુરાજ ગાયકવાડ ચેન્નાઈના વર્તમાન કેપ્ટન છે.