સુનિતા વિલિયમ્સની 9 મહિના બાદ થશે ઘર વાપસી, નાસાનું ક્રૂ-10 ISSમાં પ્રવેશ્યું

Sunita Williams:સુનિતા વિલિયમ્સ જલ્દી પૃથ્વી પર પરત ફરશે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સેન્ટર પર ક્રૂ-10 ISSમાં પ્રવેશ્યું. શુક્રવારે સ્પેસએક્સે ક્રૂ-10 મિશન લોન્ચ કર્યું હતું. જેનાથી વિલ્મોર અને વિલિયમ્સની ઘરે પરત ફરવાની તક વધી ગઈ છે. નાસાના સમયપત્રક મુજબ ડોકીંગનો સમય 16 માર્ચે ભારતીય સમય મુજબ રાત્રે 11:30 વાગ્યે નક્કી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: WPL 2025: ટાઇટલ જીત્યા પછી મુંબઈ ઇન્ડિયન્સ પર થયો કરોડો રૂપિયાનો વરસાદ, દિલ્હી કેપિટલ્સ હારીને પણ થઈ માલામાલ
મસ્કને જવાબદારી મળી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને અવકાશમાંથી પરત લાવવાની જવાબદારી એલોન મસ્કને સોંપી છે. મસ્કની કંપની સ્પેસએક્સે પણ તેના પર કામ શરૂ કરી દીધું હતું, જોકે ટેકનિકલ કારણોસર ક્રૂ-10નું લોન્ચિંગ 15 માર્ચ, 2025 ના રોજ મુલતવી રાખવામાં આવ્યું હતું.