વલસાડ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કાયદાના લીરેલીરા, વિદ્યાર્થીઓએ કર્યો જોખમી સ્ટન્ટ

Valsad: વલસાડ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કાયદાના લીરેલીરા ઉડ્યા છે. હોસ્પિટલ કેમ્પસમાં જ કારમાં ઊભા રહી સ્ટુડન્ટોના જોખમી સ્ટન્ટ કર્યા છે તો હોસ્પિટલ હોવા છતાં ફુલ ડીજેના તાલે ભાવી તબીબો ઝુમ્યા હતા.
મળતી માહિતી અનુસાર વલસાડ સિવિલમાં મેડિકલ વિદ્યાર્થીઓએ પાર્ટી યોજી હતી. તેમાં એન્યુઅલ ડેની ઉજવણીમાં વિદ્યાર્થીઓ ભાન ભૂલ્યા છે. જેમાં લાઉડ મ્યૂઝીક રાખ્યું હતું તથા ગાડીઓના રૂફ પર બેસી સ્પીડ સાથેના સ્ટંટ પણ કર્યા છે. જેમાં હોસ્પિટલ પરિસરમાં ડીજે પાર્ટીથી અનેક સવાલ ઉઠ્યા છે. મેડિકલના વિદ્યાર્થીઓ એ જ હોસ્પિટલ કેમ્પસમાં નિયમોના ધજાગરા ઉડાવ્યા છે. હોસ્પિટલ કેમ્પસમાં મેડિકલ સ્ટુડન્ટના મસ્તી ધમાલનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ પણ વાંચો: Pakistan Blast: બલૂચ આર્મીનો પાકિસ્તાની સેના પર આત્મઘાતી હુમલો, 90 સૈનિકો શહીદ