March 17, 2025

iPhone 17માં મળી શકે છે આ 5 મોટા અપગ્રેડ, જાણી લો લોન્ચની તારીખ

iPhone 17: એપલ દર વર્ષે નવી આઇફોન સિરીઝ લોન્ચ કરે છે. ગયા વર્ષના કંપનીએ iPhone 16 સિરીઝ લોન્ચ કરી હતી. હવે આ વર્ષના iPhone 17 સિરીઝની ચર્ચા થઈ રહી છે. લોન્ચ થવાને હજૂ ઘણો સમય બાકી છે પરંતુ તેની પહેલા આ ફોનની માહિતી લીક્સ થવા લાગી છે. લીક્સ પર જો ભરોસો કરવામાં આવે તો એપલ આ વખતે આગામી આઇફોન સિરીઝમાં ઘણો ફેરફાર કરી શકે છે.

આ પણ વાંચો: IPLની 17 સિઝન પૂર્ણ થઈ પરંતુ માત્ર આ 7 ટીમોએ જ ટાઇટલ જીત્યું

ડિઝાઇનમાં સૌથી મોટો ફેરફાર
જો લીક્સ પર ભરોસો કરવામાં આવે તો iPhone 17 સિરીઝની ડિઝાઇનમાં મોટો ફેરફાર થઈ શકે છે. સિરીઝના બેઝ વેરિઅન્ટમાં ઘણા મોટા ફેરફાર થઈ શકે છે. લોન્ચિંગ વિશે હજુ સુધી કોઈ સંકેતો મળી રહ્યા નથી. 17 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર, 2025 દરમિયાન કંપની તેને લોન્ચ કરી શકે છે. આઇફોન મેકબુક એર અને આઈપેડ એર જેટલો પાતળો મળી શકે છે. એપલ A19 બાયોનિક ચિપસેટ સાથે iPhone 17 અને iPhone 17 Air સિરીઝ લોન્ચ કરી શકે છે. iPhone 17 સિરીઝના તમામ સ્માર્ટફોનમાં યુઝર્સને 120Hz રિફ્રેશ રેટ સાથે ડિસ્પ્લે મળશે. iPhone 17 Air માં 48MP કેમેરા સેન્સર મળી શકે છે.