મહારાષ્ટ્રમાં આક્ષેપબાજીનું આખલા યુદ્ધ, ‘તે મારા માટે બસ કેમ મંગાવી’
Gujarat bus Row in victory parade: ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ જીતીને મુંબઈમાં વિક્ટરી પરેડ યોજી હતી. વાનખેડે સ્ટેડિયમમાં ટીમના દરેક ખેલાડીનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનગર મુંબઈમાં આ ઈવેન્ટ તો પૂરી થઈ ગઈ પણ એ પછી રાજકારણ આ વિષયને લઈને ચાલું થઈ ગયું છે. ભાજપના જ એક નેતાએ આ વિષયને લઈને મહારાષ્ટ્રની સરકાર પર ટોણો માર્યો છે. ભાજપના નેતા પ્રેમ શુક્લા એ શુક્રવારે શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરે પર જોરદાર શાબ્દિક હુમલો કર્યો. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને નકલી શિવસેના ગણાવતા, તેમણે સોનિયા ગાંધીના નિર્દેશોનું પાલન કરવાનો આરોપ લગાવ્યો.
કોંગ્રેસની વિચારાધારા વિભાજનકારી
ઉદ્ધવ ઠાકરે અને સંજય રાઉત બે ચહેરાની રાજકીય પરાકાષ્ઠા છે. બાળા સાહેબ ઠાકરે જેને ‘ઈટાલી વાળી બાઈ’ કહેતા હતા એવા સોનિયા ગાંધીના પગ ધોવામાં તેમને કોઈ સંકોચ નથી. પણ ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણીમાં ગુજરાતની બસનો ઉપયોગ કરવામાં આવે તો તેઓને ભારે દુઃખ થાય છે. તેમણે કહ્યું કે સારું થયું કે સંજય રાઉતે એ વાત પર વાંધો ન ઊઠાવ્યો કે, હાર્દિક પંડ્યાનો બોલ પકડવા માટે સૂર્ય કુમાર યાદવ કેમ કૂદ્યો? ‘કોંગ્રેસના નેતા સૈનિયા ગાંધી પર ટિપ્પણી કરતા શુક્લાએ કહ્યું કે, જે રીતે નકલી શિવસેનાના એક નેતાના ઈશારે કામ કરે છે તે વિભાજનકારી કોંગ્રેસની વિચારાધારાનો પરીચય આપી રહી છે. એવું પ્રેમ શુક્લાનું કહેવું છે.
આ પણ વાંચો: Jasprit Bumrahએ નિવૃત્તિને લઈને કહી આ મોટી વાત
ગુજરાતની બસ મુંબઈમાં પરેડ
ભારતીય ક્રિકેટ ટીમ અને ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ સાથે મળીને મુંબઈના મરીન ડ્રાઈવથી વાનખેડે સુધી એક વિજય સરઘર કાઢ્યું હતું. જે બસમાં આ ખેલાડીઓ અને પદાધિકારીઓ બેઠા હતા એ બસ ગુજરાતથી મંગાવવામાં આવી હતી. હવે વિજય સરઘસમાં મુંબઈની બેસ્ટ બસનો ઉપગોય કેમ ન કરાયો એને લઈને રાજકારણ રમાઈ રહ્યું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા સંચીન સાવંતનું નિવેદન જોઈએ. તેમણે કહ્યું કે,વર્ષ 2007માં જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ T20 વિશ્વકપ જીતીને આવી એ સમયે પણ ભારતીય ટીમના વિજય સરઘસમાં બેસ્ટ બસનો ઉપયોગ કરાયો હતો. પણ આ વખતે બસ ગુજરાતથી મંગાવવામાં આવી. શું આ મહારાષ્ટ્રનું અપમાન નથી? આનો અર્થ એ કાઢી શકાય કે, મુંબઈમાં કોઈ ગુણવત્તા યુક્ત બસ નથી બનતી? આ મુદ્દે મુખ્યમંત્રી કેમ મૌન છે?
ચર્ચામાં રહ્યો મુદ્દો
વિક્ટરી પરેડના બીજા દિવસથી બસને લઈને મુદ્દો રાજકીય લોબીમાં ચર્ચામાં છે. આ પાછળનું એક કારણ એ પણ છે કે, મહારાષ્ટ્રમાં અઘાડી સરકારે આ મુદ્દે મૌન સેવી લીધું છે. NCP નેતા જીતેન્દ્ર આવ્હાડ કહ્યું હતું કે, કોઈ પણ રાજકીય મુદ્દામાં ગુજરાતનું નામ તો આવવું જ જોઈએ. ગુજરાતથી મંગાવેલી બસમાં એવી શું ખાસ વિશેષતા છે? મુંબઈમાં બેસ્ટની સર્વિસ તો છે. વર્ષ 2007માં મુંબઈની જ પર્યટન બસનો ઉપયોગ કરાયો હતો. જીતનો જશ્ન તો મુંબઈમાં જ મનાવવામાં આવે છે.2007માં જ્યારે ટીમ ઈન્ડિયા મેચ જીતીને આવી હતી ત્યારે સૌથી પહેલા મુંબઈ એ જ વિજયોત્સવની શરૂઆત કરી હતી. થોડું યાદ કરો પછી બોલો. એકનાથ શિંદે પણ કેપ્ટન જ છે અને અજિત પવાર તથા દેવેન્દ્ર ફડનવીસ વાઈસ કેપ્ટન છે. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના ફોટો લગાવવાના બદલે સન્માન કાર્યક્રમમાં નેતાઓની છબી મોટી કરાતા NCP નેતાએ ક્રિકેટર શૈલીમાં ટોણો માર્યો હતો.