November 23, 2024

WhatsAppમાં તમારું સ્ટેટસ કોઈ મિસ નહીં કરે, આવી રહ્યું છે નવું ફિચર

WhatsApp: વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા નવા ફિચર લઈને આવે છે. છેલ્લા 1 વર્ષમાં વપરાશકર્તાઓ માટે કેટલાય ફિચર લાવ્યા હતા. હવે ફરી એક વાર નવું ફિચર લાવ્યું છે. WhatsAppમાં 3 અબજથી વધુ લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: iPhone 16 સિરીઝમાં થશે આ પાંચ મોટા ફેરફાર

લાઈક અને મેન્ટેશન આવ્યા
વોટ્સએપ યુઝર્સની સુરક્ષા અને પ્રાઈવસીનું ખૂબ ધ્યાન રાખે છે. થોડા દિવસથી જે પણ ફિચર આવી રહ્યા છે તેમાં સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લોકો પોતાની લાગણીઓને શેર કરવા માટે સ્ટેટસ મૂકે છે. થોડા જ સમયમાં કંપની એક નવું સ્ટેટસ લાઈક અને મેન્ટેશન ફીચર લઈને આવી છે. ત્યારે WhatsApp ફરી નવું ફિચર લઈને આવ્યું છે. જે લોકોને સ્ટેટસ મૂકવાનો શોખ છે.

આ પણ વાંચો: જો તમારી પાસે Vodafone-Idea SIM છે તો આ પ્લાન તમારા માટે બેસ્ટ

વોટ્સએપમાં સ્ટેટસ પોસ્ટ
સ્ટેટસ લાઈક અને મેન્ટેશન ફિચર યુઝર્સને ખૂબ મદદરૂપ થશે. જ્યારે તમે કોઈ વ્યક્તિ માટે સ્ટેટસ મૂકો છો, ત્યારે ઘણી વખત એવું બને છે કે સ્ટેટસની સમય મર્યાદા પૂરી થઈ જાય છે. જેના કારણે તે વ્યક્તિ સ્ટેટસ જોઈ શકે નહીં. વોટ્સએપમાં હવે સ્ટેટસનું નવું અપડેટ આવ્યું છે. જેમાં તમે કોઈ ખાસ માટે સ્ટેટસ મૂકશો તો તરત જ લોકોને તેના વિશે જાણકારી મળી જશે અને તેઓ તરત જ તમારું સ્ટેટસ જોઈ લેશે.