November 8, 2024

એપ પરથી પૈસા કમાવવા છે? Instagramની સાથે આ એપથી કમાઈ શકો છો પૈસા

App Earn Money: ઇન્સ્ટાગ્રામ યુવાનોમાં આજે માત્ર પૈસા કમાવા માટે યુઝ કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ સિવાય પણ અન્ય એપ છે જેના થકી તમે પૈસા કમાઈ શકો છો. તમે આ એપના માધ્યમથી કેવી રીતે પૈસા કમાઈ શકો છો? અને કેટલા કમાઈ શકો છો અને આ એપના નામ શું છે?  આ તમામ પ્લેટફોર્મની A to Z માહિતી આજે અમે તમને જણાવીશું.

kwai એપ્લિકેશન
આ એપ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર બંને પર તમને જોવા મળશે. જેમ તમે Instagram, TikTokઅને YouTube પર વીડિયો અપલોડ કરો છો તેવી જ રીતે તમારે આ પ્લેટફોમ પર વીડિયો અપલોડ કરવાના રહેશે. આ એપ્લિકેશનમાં તમારા વીડિયો જેમ જેમ જોવાશે અને તેની સંખ્યાના આધારે તમને પૈસા મળવાની શરૂઆત થશે. તમે આ સિક્કાઓને ડોલર (રૂપિયા)માં કન્વર્ટ કરી શકો છો.

Likeeએપ પરથી કમાઈ શકો છો
આ એપ ડાઉનલોડ કરીને તમે પૈસા તો કમાઈ શકો છો પરંતુ આ એપના માધ્યમથી તમે અમીર બની શકો છો. વીડિયો બનાવીને અને તેને આ પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને તમે લાખો પૈસા કમાઈ શકો છો. આ એપમાં તમે ઇચ્છો તો, તમે કોઈ પ્રોડક્ટને સ્પોન્સર પણ કરી શકો છો. આ એપની ખાસિયત એ છે કે વ્યૂના આધારે તમારી પ્રોફાઇલ ઉપર તાજ આપે છે, જેને કન્વર્ટ કરીને તમે હજારો રૂપિયા કમાઈ શકો છો.

આ પણ વાંચો: જો તમારી પાસે Vodafone-Idea SIM છે તો આ પ્લાન તમારા માટે બેસ્ટ

મોજ એપ
આ એપ પર તમે YouTube અને Instagramની જેમ જ વીડિયો બનાવીને મૂકી શકો છે. આ એપ પર તમે લાઈવ થઈ શકો છો અને લોકો સાથે તમે કનેક્ટ થઈ શકો છો. ફોલોવર્સ વધવાના કારણે તમારી સાથે મોટી મોટી બ્રાન્ડ્સ જોડાઈ શકે છે. જેના થકી તમને પૈસા મળી શકે છે. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4.2 રેટિંગ મળ્યું છે, અત્યાર સુધીમાં 100 મિલિયનથી વધુ લોકો આ એપને ડાઉનલોડ કરી છે.