March 25, 2025

IPLમાં પહેલીવાર કેપ્ટનશીપ કરતાની સાથે જ રેયાન પરાગે ઈતિહાસ રચ્યો

Riyan Parag IPL 2025: IPL 2025માં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ રહી છે. શરૂઆતની મેચમાં સંજુ સેમસન ટીમની કપ્તાની કરશે નહીં. જોકે ટીમ સાથે રહેશે. પ્રથમ 3 મેચમાં રિયાનને જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા ઘણા વર્ષોથી તે સારું રમી રહ્યો છે. , રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સનું નેતૃત્વ કરવા મેદાનમાં ઉતરતાની સાથે જ તે IPLમાં નવો ઇતિહાસ રચી દીધો છે. આવો જાણીએ આ રેકોર્ડ વિશે.

IPLમાં કેપ્ટન બનનાર સૌથી યુવા કેપ્ટન
વિરાટ કોહલી – 22 વર્ષ 187 દિવસ
સ્ટીવ સ્મિથ – 22 વર્ષ 344 દિવસ
સુરેશ રૈના – 23 વર્ષ 112 દિવસ
રિયાન પરાગ – 23 વર્ષ 133 દિવસ
શ્રેયસ ઐયર – 23 વર્ષ 142 દિવસ

આ પણ વાંચો: KKR vs RCB: વિરાટ કોહલીને મેદાનમાં મળવા જવું ફેનને પડ્યું મોંઘું! ચાહકને કર્યો જેલ ભેગો

રિયાન પરાગ કેપ્ટનશીપ કરશે
રાજસ્થાન રોયલ્સ 23 માર્ચે IPL સીઝનની પોતાની પહેલી મેચ રમી રહ્યો છે. આ સમયે રાજસ્થાનની ટીમનો સામનો હૈદરાબાદની ટીમ સાથે થઈ રહ્યો છે. ત્યારે રિયાન પરાગ ટોસ લેશે એટલે તે IPLના ઇતિહાસમાં સૌથી યુવા નંબર ચોથો કેપ્ટન બની ગયો છે. વિરાટ કોહલી છે. ભલે તે 2013 માં RCB ના કેપ્ટન બન્યા હતા, પરંતુ તેમણે 2011 માં આ ટીમનું કેપ્ટનશિપ સંભાળી હતી. હવે રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સનો સૌથી યુવા કેપ્ટન બની ગયો છે.