KKR vs RCB: વિરાટ કોહલીને મેદાનમાં મળવા જવું ફેનને પડ્યું મોંઘું! ચાહકને કર્યો જેલ ભેગો

IPL 2025 KKR vs RCB: IPL 2025 સિઝન-18 ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં RCBની જીત થઈ હતી. આ વચ્ચે કોહલીની સુરક્ષામાં પણ ખામી જોવા મળી હતી. આ સમયે એક ચાહક મેદાનમાં ઘૂસી ગયો અને સીધો કોહલીના પગ પર પડી ગયો હતો. આ આ ચાહકની હવે કલમ 329 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
A fan who breached to meet Virat Kohli at Eden Gardens has been arrested under section 329. [RevSportz] pic.twitter.com/AnO0ZN7U8z
— Johns. (@CricCrazyJohns) March 23, 2025
આ પણ વાંચો: KKR vs RCB: વિરાટ કોહલીની સુરક્ષામાં મોટી ચૂક, ચાહક પિચ પર પહોંચી ગયો
મેદાનમાં ઘૂસીને વિરાટ પાસે પહોંચ્યો હતો ચાહક
આ મેચમાં વિરાટનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું. કોહિલની મેચ જીતવામાં મહત્વની ભૂમિકા રહી હતી. વિરાટે 36 બોલમાં 59 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સમયે એક ચાહક મેદાનમાં ઘૂસી ગયો અને સીધો કોહલીના પગ પર પડી ગયો હતો. આ પછી અમ્પાયર અને સુરક્ષા કર્મચારીઓએ તે ચાહકને પકડી લીધો અને તેને બહાર લઈ ગયા હતા. જેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક રિપોટ પ્રમાણે આ ચાહકની હવે કલમ 329 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. દર વખતે આવા બનાવો બની રહ્યા છે કે જેના કારણે સુરક્ષામાં ખામીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવે છે.