SRH vs RCB: સંજુ સેમસન પ્લેઇંગ 11માંથી કેમ બહાર છે? જાણો

Sanju Samson: IPL 2025 ની બીજી મેચ શરૂ થઈ ગઈ છે. આ મેચમાં હૈદરાબાદ અને રાજસ્થાનની ટીમ વચ્ચે આમનો સામનો થઈ રહ્યો છે. રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે આ મેચમાં સંજુ સેમસન પ્લેઇંગ 11માંથી કેમ બહાર છે. હવે મોટા ભાગના લોકોને સવાલ થઈ રહ્યો હશે કે આવું કેમ થયું. તો તમારા સવાલનો જવાબ જાણો.

સંજુ સેમસન પ્લેઇંગ ઇલેવનમાંથી કેમ બહાર છે?
સંજુ સેમસન રાજસ્થાનનો નિયમિત કેપ્ટન છે. પરંતુ શરુઆતની ઘણી મેચમાં તે કપ્તાની નહીં કરે. તેની પાછળનું કારણ એ છે કે તેને ઈજા થઈ છે. જેના કારણે તે આ મેચમાં ઓનલી બેટિંગ કરવા જ આવશે. તેની ઈજાના કારણે તે ઘણી મેચમાં પ્લેઇંગ ઇલેવનનો ભાગ રહેશે નહીં. પરંતુ તે રાજસ્થાન માટે અવેજી ખેલાડી તરીકે બેટ્સમેન તરીકે રમશે. સંજુની જગ્યાએ રિયાન પરાગને ટીમની કમાન સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: IPLમાં પહેલીવાર કેપ્ટનશીપ કરતાની સાથે જ રેયાન પરાગે ઈતિહાસ રચ્યો

રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન
ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, યશસ્વી જયસ્વાલ, શુભમ દુબે, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), મહિષ થીક્ષના, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા, ફઝલહક ફારૂકી.

સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન
નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર),અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), સિમરજીત સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.