CM તરીકે રહેલા મોદીજીના માઇલસ્ટોન નિર્ણય ગુજરાત કદી નહીં ભૂલે
Narendra Modi Birthaday: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સમયે 2001માં ગુજરાતમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે અનેક પડકારોનો સામનો કર્યો હતો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે દરેક ગામની વર્ચ્યુઅલ મુલાકાત લીધી હતી. જેના કારણે તે સમયે ગુજરાતમાં શું સમસ્યા હતી તે સમસ્યાથી તેવો વાકેફ થઈ ગયા હતા. ચાલો જાણીએ તેમના કરેલા કેટલાક જનહિતના કાર્યો.
મહિલા
મહિલાઓના સર્વસમાવેશક વિકાસ માટે વ્યાપક નારી ગૌરવ નીતિ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. મહિલાઓનો કૌશલ્ય વિકાસ થયો હતો અને તેની સાથે એનજીઓ અને સહકારી સંસ્થાઓ દ્વારા મહિલાઓ માટે રોજગારીની તકો વધી ગઈ હતી. ગુજરાતમાં સ્થાનિક સંસ્થાઓમાં મહિલાઓ માટે 50 ટકા અનામત છે અને પોલીસ સહિત તમામ સરકારી ભરતીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત છે. મહિલા જનપ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવા માટે “સમરસ મહિલા ગ્રામ પંચાયત” યોજના અમલમાં મૂકાઈ હતી. મહિલાઓને સ્વરોજગાર, વ્યવસાયલક્ષી અને ગૃહઉદ્યોગ લક્ષી તાલીમ આપવા માટે રાજ્યમાં મહિલા આર્થિક વિકાસ નિગમની શરૂઆત કરવામાં કરાઈ હતી.
આ પણ વાંચો: પુતિન બન્યા મોદીના ફેન, વખાણ કરતા કહી આ વાત
પાણી વ્યવસ્થાપન
ગુજરાત પહેલાથી જ પાણીની અછત ધરાવતું રાજ્ય હતું. નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બન્યા પછી તેને જળ સંચય અને જળ સિંચાઈને જન ચળવળ બનાવી અને લોકોને તેમાં સામેલ કર્યા હતા. આ બાદ ચેકડેમ અને બોર ડેમ દ્વારા દરેક ગામમાં સિંચાઈની સુવિધા વધી હતી. નર્મદાના પૂરના પાણીના 3 મિલિયન એકર ફૂટનું સંચાલન કરીને ત્રણ પ્રોજેક્ટ બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર માટે સૌની, ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામ અને કચ્છ બ્રાન્ચ કેનાલ બનાવવામાં આવી હતી. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું જ્યાં વોટર ગ્રીડનું નિર્માણ થયું હતું.
આરોગ્ય ક્ષેત્ર
નરેન્દ્ર મોદીએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સુરક્ષા પૂરી પાડવા માટે “મા” અને “મા-વાત્સલ્ય” યોજનાઓ શરૂ કરી હતી. આ સાથે દુનિયાની સૌથી મોટી આરોગ્ય સુરક્ષા યોજના બનાવી હતી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે કુપોષણ સામે મોટી લડાઈ શરૂ કરી હતી. આ સાથે હોસ્પિટલમાં પ્રસૂતિની ટકાવારી 99.5% સુધી પહોંચી હતી. આંગણવાડીઓમાં પૌષ્ટિક આહારની જોગવાઈ શરૂ કરાઈ હતી. કિશોરીઓને આયર્નની ગોળીઓ આપવામાં આવી હતી. જેના કારણે માતા અને બાળ મૃત્યુદરમાં ધરખમ ઘટાડો થયો હતો.
ખેતી ક્ષેત્ર
કૃષિ મહોત્સવના કારણે ખેડૂતોને લેબ ટુ લેન્ડ અભિગમ દ્વારા નવી ટેકનોલોજી, નવા સાધનો અને નવા ઇનપુટ્સ વિશે જાણકારી મળી હતી. જેના કારણે ખેડૂતોએ નવી ટેકનોલોજી અપનાવી અને તેમની ઉપજમાં વધારો થયો. નર્મદા યોજના અને અન્ય સિંચાઈ યોજનાઓને કારણે ગુજરાતના ખેતરોમાં પાણી પહોંચ્યું હતું. છેલ્લા 22 વર્ષમાં 76,600 પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને 3.19 કરોડથી વધુ પશુઓની મફત સારવાર કરવામાં આવી છે.
ઊર્જા
જ્યારે મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે ઘણા એવા ગામ પણ હતા જ્યા રાતના સમયે લાઈટ મળતી ના હતી. મોદીએ આ વાતને ગંભીર લીધી હતી. તેમણે દરેક ગામને 24 કલાક ઘરોમાં અને ઓછામાં ઓછા 8 કલાક ખેતરોમાં ગુણવત્તાયુક્ત વીજળી આપવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. આજે ખેતર હોય કે ઘર તમામને લાઈટ મળી રહે છે. વર્ષ 2005-06માં તેમણે જ્યોતિગ્રામ યોજના શરૂ કરી હતી. મોદીના પ્રયાસોને કારણે ગુજરાત દેશનું પ્રથમ ઉર્જા સરપ્લસ રાજ્ય બન્યું છે.
ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી જેવા પ્રોજેક્ટ શરૂ
ગુજરાતની અર્થવ્યવસ્થા તેના મજબૂત આર્થિક ફંડામેન્ટલ્સ સાથે ભારતના વિકાસ એન્જિન તરીકે ગણવામાં આવે છે. ગુજરાત આર્થિક અને ઔદ્યોગિક બંને સ્તરે વિકાસની દ્રષ્ટિએ મજબૂત રીતે ઉભરી આવી છે. નાણાકીય વર્ષ 2019-20 મુજબ, ભારતમાં કુલ 28,479 ફેક્ટરીઓમાંથી 11.6% હિસ્સા સાથે કારખાનાઓની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. 100 ફોર્ચ્યુન 500 વૈશ્વિક કંપનીઓ સહિત વિશ્વની ઘણી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓનું પણ ગુજરાત કેન્દ્ર છે.
આ પણ વાચો: યુક્રેનના વડાપ્રધાને કર્યા મોદીના વખાણ, કરી દીધી આ વાત
ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે વાઈબ્રન્ટ સમિટની શરૂઆત કરવામાં આવી છે. ઉદ્યોગો માટે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન, ઇન્ડસ્ટ્રીઝ પોલિસી, ટેક્સટાઇલ પોલિસી જેવી વિશેષ નીતિઓ બનાવવામાં આવી હતી.
શિક્ષણ અને યુવા ક્ષેત્ર
નરેન્દ્ર મોદીએ ગુજરાતની કમાન સંભાળી ત્યારે ગુજરાતમાં શાળા છોડવાનો દર ઘણો વધારો હતો. તેમાં પણ ખાસ કરીને છોકરીઓ શાળાએ ખૂબ જ ઓછી જતી હતી. આ બંને સમસ્યાઓનું નિરાકરણ નરેન્દ્ર મોદીએ લાવ્યું હતું અને વર્ષ 2003થી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. ગામડે ગામડે બાળકોના દાખલા કરાવ્યા. ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે મોટું પરિવર્તન લાવ્યું હતું. ગુજરાતના યુવાનોનો રમતગમતમાં રસ વધ્યો હતો. આ સાથે ખેલાડી ઓલિમ્પિક સુધી પહોંચ્યા હતા. આ માટે રાજ્યમાં ખેલ મહાકુંભ દ્વારા રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાયદો અને વ્યવસ્થા
નરેન્દ્ર મોદીએ કાયદો અને વ્યવસ્થા એટલી હદે બદલી નાખી કે આજના યુવાનોને ખબર નથી કે કર્ફ્યુ શું છે. આજે ગુજરાત મહિલાઓ માટે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય બની ગયું છે. ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધી ગયું છે. જેનું એક મુખ્ય કારણ રાજ્યની બહેતર કાયદો અને વ્યવસ્થા પણ છે.