October 5, 2024

વડાપ્રધાન મોદી 74 વર્ષના થયા, એમની આ વાત ભાગ્યે જ કોઈ જાણતું હશે

PM Narendra Modi Birthday Special: કદાચ કોઈ ભાગ્યે જ હશે જેમને મોદી કોણ છે તે ખબર નહીં હોય. દેશના નાની ઉંમરના બાળકોથી લઈને મોટી ઉંમરના વૃદ્ધો પણ મોદીને ઓળખે છે. દેશની સાથે વિદેશમાં પણ મોદીનું નામ ચર્ચામાં રહે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરના 74મો જન્મદિવસ છે. તેમનો જન્મ ગુજરાતમાં આવેલા વડનગરમાં થયો છે. તેમના જીવનની શરૂઆત તેમણે ચા વેચીને કરી હતી. આવો ત્યારે આજે જાણીએ PM મોદીના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જે કદાચ તમને નહીં ખબર હોય.

ચા વેચીને કરી જીવનની શરૂઆત
પ્રધાનમંત્રી મોદીનો જન્મ ગુજરાતમાં આવેલા વડનગરમાં થયો છે. તેમણે તેમના જીવનની શરૂઆત ચા વેચીને કરી હતી. આ પછી મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. જેમાં તેઓ પ્રચારકની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. થોડા જ સમયમાં પછી તે ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા હતા.

વડાપ્રધાન બન્યા
ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તેઓ થોડા જ સમય બાદ દેશના વડાપ્રધાન પણ બન્યા હતા. તમને જણાવી દઈએ કે પીએમ મોદી આજે દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓમાં પહેલું નામ આવે છે. પરંતુ તેમના જીવનમાં તેમણે ખૂબ સંધર્ષ કર્યો છે. તેમના જીવનની ઘણી એવી વાતો છે જે દરેકને ખબર કદાચ નહી હોય. આવો જાણીએ કેટલીક રસપ્રદ વાતો.

આ પણ વાંચો: દારૂ પરની છૂટના નિર્ણયની પેલી બાજુ, પરમિશન સાથે પ્રોબ્લેમ પણ ખરા

મોદી 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા. 2014થી અત્યાર સુધી તેઓ દેશના વડાપ્રધાન છે. 8 વર્ષની ઉંમરે નરેન્દ્ર મોદી આરએસએસના જુનિયર કેડરમાં જોડાયા હતા. આ સમયગાળા દરમિયાન લક્ષ્મણરાવ ઇનામદાર તેમના માર્ગદર્શક અને ગુરુ બન્યા હતા.

તમને જાણીને નવાઈ લાગશે પરંતુ પીએમ મોદી પહેલા સંત બનવા માંગતા હતા. માહિતી અનુસાર તેણે હિમાલયમાં લગભગ બે વર્ષ એકાંતમાં વિતાવ્યા હતા. જ્યાં તેણે ધ્યાન અને સનાતન ફિલસૂફીનું પાલન કર્યું હતું. નરેન્દ્ર મોદી આઝાદી પછી જન્મેલા પહેલા વડાપ્રધાન છે.

પીએમ મોદીના નામ પર રાખવામાં આવેલ મોદી જેકેટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી અને તેને વૈશ્વિક બ્રાન્ડ બનાવવામાં યોગદાન આપ્યું છે. તમને જણાવી દઈએ કે X એટલે કે PM મોદીના ટ્વિટર પર 92 મિલિયન ફોલોઅર્સ ફોલો કરે છે. આ સંખ્યા પરથી કહી શકાય કે તેઓ બધા વચ્ચે તેઓ કેટલા લોકપ્રિય છે. તેમને ચાહનારો વર્ગ દેશની સાથે દુનિયામાં પણ છે.

આ પણ વાંચો: પુતિન બન્યા મોદીના ફેન, વખાણ કરતા કહી આ વાત

શાળાના દિવસો દરમિયાન પીએમ મોદીને થિયેટરમાં રસ હતો, જ્યાં તેમની રાજકીય છબી આકાર પામી હતી. પીએમ નરેન્દ્ર મોદીને કવિતા લખવાનો ખૂબ જ શોખ રાખે છે અને પુસ્તકો વાંચવાનો પણ તેમને ઘણો શોખ છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે પીએમ મોદીએ તેમની સાથે માત્ર 3 અંગત સ્ટાફને જ રાખ્યા હતા. કહેવામાં આવે છે કે તેમના 13 વર્ષના કાર્યકાળ દરમિયાન એક પણ રજા લીધી નથી. મહત્વની વાત એ છે કે પીએમ નરેન્દ્ર મોદીને વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરાયા હતા ત્યારે તેઓ એકપણ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી જીત્યા ન હતા.