March 26, 2025

મેચ પછી ધોનીએ દીપક ચહર સાથે કરી મજાક, વીડિયો થયો વાયરલ

MS Dhoni Deepak Chahar CSK: ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને હાર આપી છે. આ મેચમાં મહેન્દ્ર સિંહ ધોનીએ ફાસ્ટ બોલર દીપક ચહર સાથે એવી મજાક કરી હતી કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે ધોની જેવો બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યો તરત ચાહકોએ હોબાળો મચાવ્યો હતો. ક્રિકેટ ચાહકોમાં મારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

આ પણ વાંચો: DC vs LSGનો આજે મહામુકાબલો, પંત આજે તેની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે

ધોનીએ દીપક ચહર સાથે મજાક કરી
મહેન્દ્ર સિંહ ધોનીએ મેચમાં બે બોલ રમ્યા પણ એક પણ રન બનાવવામાં સફળ રહ્યો ના હતો. મેચ પછી મુંબઈની ટીમના ખેલાડીઓ અને ચેન્નાઈની ટીમના ખેલાડીઓ એકબીજા સાથે હાથ મિલાવી રહ્યા હતા. આ સમયે ધોનીએ દીપક ચહરના આવવાની રાહ જોઈ હતી. આ પછી તેણે રમુજી રીતે દીપકને બેટથી માર્યો. આ જોઈને તે હસતો જોવા મળ્યો. આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે દીપક ચહર અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સનો ભાગ હતો અને મહેન્દ્ર સિંહ ધોની ઘણી વખત તેની સાથે મજાક કરતો જોવા મળ્યો હતો.