પાલનપુરના નજીક બની રહ્યો છે એસટીપી પ્લાન્ટ, ગંદુ પાણી પ્યોરીફાઈ કરીને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાશે

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: પાલનપુર તાલુકાના આકેસણ નજીક એસટીપી પ્લાન્ટ બની રહ્યો છે જે પાલનપુર શહેર માટે ફાયદાકારક છે શહેર ભરનું જે ગંદુ પાણી છે તે આકેસણ નજીક બનનારા પ્લાન્ટમાં ઠાલવાસે અને આ પ્લાન્ટમાંથી પાણીને પ્યોરીફાઈ કરી અને ખેતીના કામમાં પણ ઉપયોગમાં લેવાશે. જોકે પાલનપુર ધારાસભ્ય રાજ્યના આરોગ્ય મંત્રીને પણ વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળમાં એસટીપી પ્લાન્ટને લઈને પ્રશ્ન કર્યો હતો. જેમાં કહ્યું હતું કે પાલનપુરમાં એસટીપી પ્લાન્ટ અને 163 કરોડ ફાળવ્યા છે અને જે કામ ઝડપી પૂર્ણ કરવામાં આવશે તો શહેરમાં નાગરિકો કહી રહ્યા છે કે એસટીપી પ્લાન્ટ બનવાથી પાલનપુર શહેરના માન સરોવરની ઓળખ પાછી આવશે તો બનનાર પ્લાન્ટમાં આકેસણ ગામમાં આગેવાનો વિરોધ કરી રહ્યા છે.
પાલનપુર શહેરનું ગંદુ પાણીનો નિકાલ થાય અને આ ગંદુ પાણી ખેતી ના કામમાં ઉપયોગ આવે તે હેતુથી પાલનપુર તાલુકાના આકેસણ નજીક એસટીપી પ્લાન્ટ બની ગયો છે. 54 કરોડમાં ખર્ચે બનનાર આ પ્લાન્ટમાં પાલનપુર શહેરના જે ગંદા પાણીના નિકાલની જે લાઈનો છે તે એસ.ટી.પી પ્લાન્ટમાં જોડી દેવામાં આવશે અને જેથી શહેરભરનું ગંદુ પાણી આ એસટીપી પ્લાન્ટમાં એકઠું થશે એટલે પાલનપુરથી એક મોટી સમસ્યાનો ઉકેલ આવશે. ત્યારે બનનાર એસટીપી પ્લાન્ટ પાલનપુર માટે એક ફાયદાકારક છે અને એક મોટી મુશ્કેલી પાલનપુરમાંથી હલ થશે.
પાલનપુરના માન સરોવર તળાવને જે તે સમયે પાલનપુરના નવાબે પીવાના પાણી માટેનો ઉપયોગ થાય તે હેતુથી માન સરોવર તળાવ બનાવ્યું હતું, પરંતુ પાલનપુર શહેરનું જે ગંદુ પાણી છે તે અત્યારે માન સરોવર શહેરમાં ઠલવાય છે ત્યારે ઐતિહાસિક માન સરોવર પોતાની ઓળખ ખોઈ બેઠું છે અને ગંદા પાણીનું અને ખુલ્લી ગટરોને કારણે પાલનપુર શહેરમાં પણ ગંદકી છે સાથે સાથે આરોગ્યને પણ ખતરો છે એટલે આ એસટીપી પ્લાન્ટ બને તો પાલનપુર શહેરના લોકોનું આરોગ્ય પણ જળવાઇ રહેશે અને માન સરોવર તળાવ કે જેની ઓળખ ખોવાઈ ગઈ છે તે પાછી આવશે.
આકેસણ ગામે જે એસટીપી પ્લાન્ટ બની રહ્યો છે તેમાં ગ્રામજનો વિરોધ છે કારણ કે આ પ્લાન્ટ બનાવવા માટે ગામની ગૌચરની જમીન શ્રી સરકાર કરી દેવાય છે. સાથે સાથે ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લેવાઈ નથી ગ્રામજનોને એ ડર છે કે ગામમાં એસટીપી પ્લાન્ટનું ગંદુ પાણી આવશે. જેનાથી ગામના આરોગ્યને અને આજુબાજુના જે ખેડૂતો છે તેમને નુકસાન થશે એટલે ગ્રામ પંચાયતના ઠરાવ કે ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વગર આ કામ થઈ રહ્યું છે અને તેને અટકાવવું જોઈએ.
પાલનપુર શહેર માટે ગંદુ પાણી એક માથાના દુખાવા સમાન સમસ્યા છે અને જેને લઈને પાલનપુરના ધારાસભ્ય રાજ્યના આરોગ્ય મંત્રીની વિધાનસભામાં પ્રશ્ન કર્યો હતો કે એસટીપી પ્લાન્ટની સ્થિતિ શું છે તો ભૂગર્ભ ગટર અને એસટીપી પ્લાન્ટ માટે સરકારે 163 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ કામ પણ જલ્દીથી પૂર્ણ થનાર છે તેમ વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પણ એસટીપી પ્લાન્ટ ચર્ચાયો છે.