રાજકોટની KBZ વેફર નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ, આગ પર કાબૂ મેળવવા પ્રયાસ ચાલુ

Rajkot: ગોપાલ નમકીન બાદ વધુ એક નમકીન બનાવતી કંપનીમાં આગની ઘટના સામે આવી છે. રાજકોટના નાકરાવાડી પાસે નમકીન કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા અફરાતફરી મચી જવા પામી છે. આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઈટરની 4 ગાડી ઘટના સ્થળે હાજર છે.
મળતી માહિતી અનુસાર રાજકોટના નાકરાવાડી પાસે KBZ વેફર નમકીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા ફાયર ફાઈટરની ગાડી ઘટના સ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: DC vs LSGનો આજે મહામુકાબલો, પંત આજે તેની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે