અમદાવાદમાં મહંતે મંદિરમાં કર્યો આપઘાત, કોર્પોરેશન-બિલ્ડર અને પોલીસ દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ

Ahmedabad: રાજ્યમાં અવારનવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદમાં મંદિરના મહંતે મંદિર પરિસરમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. કુબેરનગરના સંતોષી માતાજીના મંદિરમાં 63 વર્ષિય મહેન્દ્રભાઈ મીણેકરે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદના કુબેરનગરમાં આવેલા સંતોષી માતાજીના મંદિરના મહંતે આપઘાત કરી લીધો છે. 63 વર્ષિય મહેન્દ્રભાઈ મીણેકરે મંદિરમાં જ આપઘાત કરી લીધો હતો. નોંધનીય છે કે, આવાસ યોજનામાં મંદિર તોડી પાડવા માટે કોર્પોરેશન, બિલ્ડર અને પોલીસ દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કર્યો છે. આ સિવાય છેલ્લા કેટલા સમયથી તેમને મંદિર તોડી પાડવા માટે ધમકાવવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સતત ત્રાસના લીધે કંટાળી પગલું ભર્યું હોવાની આશંકા છે.
આ પણ વાંચો: ઓલપાડના દેલાડ ખાતે વોટર રિચાર્જનું પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલના હસ્તે ખાર્ત મુહૂર્ત કરવામાં આવ્યું