November 22, 2024

હિલ સ્ટેશન પર નવું વર્ષ ઉજવવા જઈ રહ્યા છો તો જાણો મહત્વની વાત, CORONAને લઈ જાહેર થઈ એડવાઈઝરી

CORONA - NEWSCAPITAL

એકતરફ દેશમાં CORONAના નવા કેસ વધી રહ્યા છે તો બીજી તરફ નવા વર્ષ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ હિલ સ્ટેશન પર જઈ રહ્યા છે. જેમાં હિમાચલ પ્રદેશના શિમલા જતા લોકોની સંખ્યા સૌથી વધારે છે. નવા વર્ષની ઉજવણી માટે લાખો લોકો અહીં જાય છે. આ વખતે નવા વર્ષ પહેલા CORONA વાયરસે પણ ફરી માથું ઊંચક્યું છે. નવા કોવિડ વેરિઅન્ટ JN.1 ના કેસો પણ ઘણા રાજ્યોમાં નોંધાયા છે. દેશભરમાં દરરોજ કોરોનાના નવા કેસો સામે આવી રહ્યા છે, જેના કારણે કોવિડનો ભય સતત વધી રહ્યો છે. આ કારણોસર, પ્રવાસીઓએ નવા વર્ષ પર જરૂરી સાવચેતી રાખવી પડશે.

આ પણ વાંચો : વિદ્યુત સહાયકો આનંદો ! GETCO દ્વારા લેખિત પરીક્ષા રદ્દ કરાઈ
CORONA - NEWSCAPITALનવા વર્ષને ધ્યાનમાં રાખીને હિમાચલ પ્રદેશ અને શિમલા-મનાલીની મોટાભાગની હોટલ બુક થઈ ગઈ છે. નવા વર્ષે અહીં પ્રવાસીઓની ભારે ભીડ રહે તેવી શક્યતા છે. રાજધાની શિમલામાં લગભગ એક લાખ પ્રવાસીઓ જ પહોંચી શકે છે. તો બીજી તરફ મનાલીમાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થશે. CORONA વાયરસને કારણે, નવું વર્ષ મોટી ભીડથી દૂર પર્વતોમાં ઉજવવામાં આવે તે મહત્વનું છે.

હિમાચલ પ્રદેશમાં એડવાઈઝરી જાહેર કરાઈ

દેશભરમાં વધી રહેલા કોવિડ કેસોને ધ્યાનમાં રાખીને હિમાચલ પ્રદેશ સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે. જો કે હજુ સુધી ત્યાંથી કોરોનાને લઈને કોઈ માહિતી સામે આવી નથી. રાજ્યના આરોગ્ય વિભાગે આ અંગે એક એડવાઈઝરી બહાર પાડી છે. અધિકારીઓને કોરોનાના લક્ષણો દેખાતા તમામની તપાસ કરવા માટે અને તરત જ RTPCR ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે તેમજ જરૂરી સાવચેતી રાખવા પણ જણાવ્યું છે.

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 706 કેસ, ગુજરાતમાં આટલા નોંધાયા !
CORONA - NEWSCAPITALક્રિસમસના બીજા દિવસે જાહેર કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોને શરદી, તાવ અને ઉધરસ જેવા લક્ષણો હોય તેમણે કોરોના વાયરસ ટેસ્ટ કરાવવો જોઈએ. આ સાથે જ લોકોને માસ્ક પહેરવાનું પણ કહેવામાં આવ્યું છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોમાં કોરોનાના લક્ષણો દેખાય છે તેઓએ તરત જ RT-PCR ટેસ્ટ કરાવવો જોઈએ.