October 5, 2024

‘હાફિઝ સઇદને અમને સોંપી દો…’પાકિસ્તાન મીડિયાએ કર્યો દાવો,ભારતે કરી કંઇક આવી માગ

હાફિજ - NEWSCAPITAL

મુંબઈ હુમલાના આરોપી આતંકી હાફિજ સઈદને લઈને પાકિસ્તાની મીડિયાએ મોટો દાવો કર્યો છે. PAK મીડિયાએ દાવો કર્યો છે કે ભારતે પાકિસ્તાન પાસે આતંકી હાફિજ સઈદને ભારતને સોંપવાની માંગ કરી છે. પાકિસ્તાની મીડિયા અનુસાર, ભારત સરકારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલય પાસે આતંકીઓને સોંપવાની માંગ કરી છે. પાકિસ્તાની મીડિયા ઈસ્લામાબાદ પોસ્ટ દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે. દાવા મુજબ, ભારત સરકારે પાકિસ્તાન પાસેથી હાફિઝ સઈદના પ્રત્યાર્પણની ઔપચારિક વિનંતી કરી છે. ઈસ્લામાબાદ પોસ્ટના દાવા મુજબ, રાજદ્વારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને ભારત સરકાર તરફથી એક સત્તાવાર વિનંતી મળી છે, જેમાં હાફિઝ સઈદના પ્રત્યાર્પણ માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવા વિનંતી કરવામાં આવી છે.હાફિજ - NEWSCAPITALઅમેરિકાએ 10 મિલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે

ઉલ્લેખનીય છે કે હાફિઝ મોહમ્મદ સઈદ મુંબઈમાં 26/11 આતંકી હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. આ હુમલામાં છ અમેરિકન સહિત 166 લોકો માર્યા ગયા હતા. અમેરિકાએ પણ તેના સંગઠનને આતંકવાદી જાહેર કર્યું છે. અમેરિકાએ તેના પર 10 મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે. હાલમાં, લશ્કર-એ-તૈયબાના સ્થાપક હાફિઝ મોહમ્મદ સઈદ પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા (JuD) ના કેટલાક અન્ય નેતાઓ સાથે 2019 થી જેલમાં છે. તેને આતંકવાદી ફંડિંગના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સઈદની આગેવાની હેઠળની JuD એ લશ્કર-એ-તૈયબાનું જ સંગઠન છે, જે 2008ના મુંબઈ હુમલાને અંજામ આપવા માટે જવાબદાર છે.

આ પણ વાંચો : હિલ સ્ટેશન પર નવું વર્ષ ઉજવવા જઈ રહ્યા છો તો જાણો મહત્વની વાત, CORONAને લઈ જાહેર થઈ એડવાઈઝરી
હાફિજ - NEWSCAPITALઆતંકવાદીઓની પાર્ટી પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી લડવા જઈ રહી છે

કહેવું પડશે કે હાફિઝ સઈદ 2019થી પાકિસ્તાનની જેલમાં છે, પરંતુ આજે પણ તે ત્યાંની રાજનીતિ અને સેના પર પ્રભુત્વ ધરાવે છે. પાકિસ્તાનમાં તેના પ્રભાવનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આતંકવાદી હાફિઝ સઈદની પાર્ટી પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ (PMML) પણ પાકિસ્તાનમાં ફેબ્રુઆરી 2024ની સામાન્ય ચૂંટણીમાં લડી રહી છે. તેણે દેશભરમાં દરેક રાષ્ટ્રીય અને પ્રાંતીય વિધાનસભા મતવિસ્તારમાં તેના ઉમેદવારો ઉભા રાખ્યા છે. હાફિઝે પોતાના પુત્ર તલ્હા સઈદને પણ ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 706 કેસ, ગુજરાતમાં આટલા નોંધાયા !

પાકિસ્તાનના લોકોને બતાવી રહ્યા છે ઈસ્લામિક સ્ટેટનું સપનું

હાફિઝ સઈદનો પુત્ર લાહોરથી ચૂંટણી લડી રહ્યો છે. આટલું જ નહીં, હાફિઝ સાથે જોડાયેલ સંગઠન પાકિસ્તાનના લોકોને ગેરમાર્ગે દોરવાનો રાજકીય એજન્ડા પણ લઈને આવ્યો છે. તેમની પાર્ટી ચૂંટણીમાં ઈસ્લામિક સ્ટેટનું સપનું બતાવી રહી છે. મુંબઈના 26/11 હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદને પંજાબની આતંકવાદ વિરોધી અદાલતે નવેમ્બર 2020માં ટેરર ​​ફંડિંગના બે કેસમાં 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. એટલું જ નહીં, કોર્ટે સઈદની સંપત્તિ જપ્ત કરવાનો અને 1.1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાનો પણ આદેશ આપ્યો હતો.