October 14, 2024

PM બનવાની રેસમાં માયાવતી પણ આવી ગયા…..!

Mayawati

લોકસભા ચૂંટણીને લઈને દેશની તમામ પાર્ટીઓ કામે લાગી ગઈ છે. ક્યાંક ગઠબંધનો થઈ રહ્યા છે તો ક્યાંક પાર્ટીના લોકોઓ દ્વારા પ્રદેશ અને સંચારની જવાબદારોઓ સોંપાઈ રહી છે. આ વચ્ચે બસપા સુપ્રિમો માયાવતીને વડાપ્રધાન ઉમેદવારની રેસમાં આવી ગયા હોવાના સમાચાર મળી રહ્યા છે.

મોદી સરકારને કેન્દ્રમાંથી હટાવવા માટે તમામ વિપક્ષી પાર્ટીઓ એક થઈને લડી રહી છે. INDIA ગઠબંધનની સાથે મલ્લિકાર્જૂન ખડગેને સર્વાનુંમતિએ વડાપ્રધાનનો ચહેરો પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ બસપા તરફથી ગઠબંધનમાં જોડાવાના કોઈ એંધાણ દેખાઈ રહ્યા નહોતા. આ તમામ ઘટનાક્રમની વચ્ચે આજે બસપાના સાંસદ માલૂક નાગરે માયાવતીને પીએમ ચહોરો બનાવવાની વાત કરી છે

તમામ વિપક્ષી પાર્ટીઓ દ્વારા INDAIનું ગઠબંધન કરવામાં આવ્યું હતું. એ સમયે માયાવતીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને આજ દિન સુધી માયાવતીએ સ્વીકાર્યુ નથી. ત્યારે આજે બસપાના સાંસદ નાગર ગઠબંધનમાં જોડાવા માટેની શર્તો જણાવતા કહ્યું કે, જો માયાવતીને 2024માં લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન પર માટે ઉમેદવાર જાહેર કરવામાં આવે તો બહુજન સમાજ પાર્ટી ઈન્ડિયા ગઠબંધનમાં જોડાશે. આ ઉપરાંત 2018માં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બસપાના ઉમેદવાર હાર્યા તેનું કારણ કોંગ્રેસ હતી. આથી કોંગ્રેસ તે અંગે માફી માંગવી જોઈએ.

બસપા સાંસદ નાગરે વોટ શેયરના ગણિત વિશે વાત કરતા કહ્યું કે, માયાવતી જો ઈન્ડિયા ગઠબંધનનો PM ચહેરો હશે તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે જીતી શકાશે. કારણ કે 2022માં ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 41.3 ટકા વોટ મળ્યા છે. ઈન્ડિયા પાર્ટીને માત્ર 40 ટકા વોટ મળ્યા હતા. બીએસપીને લગભગ 13 ટકા મતો મળ્યા હતા. જો ગઠબંધનમાં બીએસપીને જોડવામાં આવે તો આ ગઠબંધનનો વોટ શેયર 50 ટકાથી પણ વધારે થઈ જશે.