June 30, 2024

કપડવંજમાં કરંટ લાગતા મહિલાનું મોત, બે બાળકો નોંધારા બન્યાં

કપડવંજઃ શહેરના સમજોતા નગરમાં વીજ કરંટ લાગતા મહિલાનું મોત નીપજ્યું છે. મહિલા ઘરમાં ટીવી જોઈ રહ્યા હતા ત્યારે બંધ કરવા જતા તેમને વીજશોક લાગ્યો હતો અને ત્યાં જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, કપડવંજમાં સમજોતા નગરમાં રહેતા મહિલાનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. ટીવી બંધ કરવા જતી વેળાએ તેમને વીજશોક લાગ્યો હતો. ત્યારબાદ 32 વર્ષીય મહિલાને કપડવંજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મહિલાને મૃત જાહેર કરી હતી. મહિલાનું આકસ્મિત નિધન થતાં બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી હતી. વીજ વિભાગને વિસ્તારમાં કરંટ આવતો હોવા બાબતે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયાં ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચોઃ દ્વારકામાં 21 કરોડનું ચરસ ઝડપાયું, એક વ્યક્તિની ધરપકડ

હવામાન વિભાગની અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મઘ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 1થી 27 જૂન સુધીમાં રાજયમાં 52% વરસાદ નોંધાયો છે.