December 13, 2024

Hair care Tips for Monsoon: વરસાદની સિઝનમાં વાળ ખરતા આ રીતે અટકાવો

Hair care Tips for Monsoon: મિત્રો ચોમાસાની સિઝન આવી ગઈ છે. ચોમાસામાં ખાસ કરીને વાળ ખરવાની સમસ્યા રહેતી હોય છે. આજે અમે તમને જણાવીશું એવી ટીપ્સ જે તમને વરસાદની ઋતુમાં વાળ ખરતા અટકાવી દેશે.

વધુ પડતા ધોવાનું ટાળો
વરસાદની સિઝનમાં તમારે વાળને વધારે ધોવા જોઈએ નહીં. તેનું કારણ તે છે કે તેનાથી માથાની ચામડીમાં ભેજ થાય છે અને તેના કારણે તમારા વાળ ખરવાની સમસ્યા વધી શકે છે.

શેમ્પૂ કરો
જો તમે વરસાદમાં પલડી જાવ છો તો ઘરે જઈને ચોક્કસથી તમારા વાળને શેમ્પુથી ધોઈ લો. જો તમે તેવું કરતા નથી તો તમને માથામાં ખંજવાળ જેવી સમસ્યા થઈ શકે છે.

હેર મસાજ કરો
વાળને મજબૂત કરવા માટે હેર મસાજ જરૂરી છે. તમે માથાને ધોવો છે તે પહેલા 30 મિનિટ પહેલાં કોઈ પણ ઓઇલને તમારા માથામાં મસાજ કરો.

બહાર ન જાવ
ભીના વાળ સાથે બહાર જવાનું તમારે ચોક્કસ ટાળું જોઈએ. કારણ કે ભીના વાળને ધૂળ અને પ્રદૂષણ કારણે ખરાબ અસર પડી શકે છે. આ બાદ તમારા વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. બીજૂં કે વરસાદ સમયે વાળને સતત બાંધી રાખવા જોઈએ નહીં.

આ પણ વાંચો: જો તમને માથામાં ખોડો જતો નથી તો આ આયુર્વેદિક વસ્તુઓ લગાવો

હેર માસ્ક
જો તમારા વાળ ખૂબ જ રફ થઈ ગયા છે. તો તમારે હેર માસ્ક લગાવવો જોઈએ. જે તમે રસોડામાં હાજર રહેલી કુદરતી વસ્તુઓથી બનાવી શકો છો. આ માસ્ક લગાવ્યા બાદ તમે શેમ્પૂ અને કંડિશનર ચોક્કસ કરો.