October 4, 2024

આ 4 ભારતીય ખેલાડીઓ ફાઇનલ મેચ રમ્યા વિના વર્લ્ડ ચેમ્પિયન બન્યા

Indian Cricket Team: ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ પોતાના નામે કર્યો છે. 17 વર્ષની રાહતો અંત રોહિતની કપ્તાની હેઠળ ગઈ કાલે આવ્યો હતો. ટીમ ઈન્ડિયા T20 ક્રિકેટમાં ચેમ્પિયન બનીને ઉભરી આવી છે. મહત્વની વાત એ છે કે ટીમ ઈન્ડિયા આખી ટૂર્નામેન્ટમાં અજેય રહી હતી. ટીમ ઈન્ડિયાએ તમામ મેચમાં જીત મેળવી હતી. તેની સાથે ટીમ ઈન્ડિયા એવી ટીમ બની ગઈ છે.

ભારતીય ટીમમાં જગ્યા
દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, યુઝવેન્દ્ર ચહલ અને મોહમ્મદ સિરાજ સામેલ નહોતા. પરંતુ આ ખેલાડીઓને T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં જગ્યા મળી છે. આ કારણોસર, આ ખેલાડીઓએ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કર્યા વિના પણ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે. મોહમ્મદ સિરાજની વાત કરવામાં આવે તો T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ ત્રણ મેચમાં રમવાની તક મળી હતી. પરંતુ તે તેનું પ્રદર્શન કરવામાં સફળ રહ્યો નહીં. આ બાદ કુલદીપ યાદવને તક મળી છે.

આ પણ વાંચો: T20 World Cup Final ખતમ થતાં જ ટીમ ઈન્ડિયાનો સાથ છોડી દેશે આ દિગ્ગજ ખેલાડી

એક જ ટીમના 3 ખેલાડી
જે 4 ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી તેમાંથી 3 ખેલાડી યુઝવેન્દ્ર ચહલ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન IPLમાં રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઈઝી માટે રમે છે. આ ખેલાડીઓને આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. વિરાટ કોહલીએ અને રોહિતે સમગ્ર ટૂર્નામેન્ટમાં ઓપનિંગની જવાબદારી લીધી હતી. જેના કારણે યશસ્વી જયસ્વાલને બેંચ પર બહાર રેવાનો વારો આવ્યો હતો.