October 4, 2024

JDS નેતા એચડી રેવન્નાની અપહરણનો કેસમાં ધરપકડ, આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી

HD Revanna Arrested: કર્ણાટકમાં અશ્લીલ વીડિયો કેસમાં સંડોવાયેલા પૂર્વ JDS નેતા પ્રજ્જવલ રેવન્નાના પિતા એચડી રેવન્નાની બેંગલુરુના કેઆર નગર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેની સામે અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો, તે જ કેસમાં SITએ તેને કસ્ટડીમાં લીધો હતો. બીજી બાજુ આ કેસમાં એચડી રેવન્નાએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, જે ફગાવી દેવામાં આવી હતી. જે મહિલાના પુત્રએ એચડી રેવન્ના અને તેના સહયોગી સતીશ વિરુદ્ધ અપહરણનો કેસ દાખલ કર્યો હતો તે કર્ણાટક પોલીસને મળી આવી છે.

મહિલા એચડી રેવન્નાને ત્યાં કામ કરતી હતી
ન્યૂઝ એજન્સી રિપોર્ટ અનુસાર, મૈસુરના કેઆર નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં, મહિલાના પુત્રએ જણાવ્યું હતું કે તેની માતાએ ગામમાં પાછા ફરતા પહેલા છ વર્ષ સુધી એચડી રેવન્નાના ઘરે કામ કર્યું હતું, જ્યાં તે રોજિંદા મજૂરી તરીકે કામ કરતી હતી.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરના પૂંછ એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, પાંચ જવાન ઘાયલ

મહિલા ગુમ થયા બાદ ફરિયાદ કરવામાં આવી હતી
વ્યક્તિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની માતાના યૌન શોષણનો વીડિયો સાંસદ પ્રજ્જવલ રેવન્નાએ મોકલ્યો હતો. આરોપ મુજબ, આ વીડિયો સામે આવ્યા બાદ તરત જ તેની માતા ગુમ થઈ ગઈ હતી. આ પછી, ગુરુવારે (2 મે, 2024) તેણે એચડી રેવન્ના અને હસન લોકસભા સાંસદ પ્રજ્જવલ રેવન્ના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

HD રેવન્ના SITની પૂછપરછમાં હાજરી આપી ન હતી
પોલીસ દ્વારા નોંધવામાં આવેલી એફઆઈઆરમાં, એચડી રેવન્નાને આરોપી નંબર એક તરીકે અને બબન્ના નામની અન્ય વ્યક્તિને આરોપી નંબર બે તરીકે લિસ્ટેડ કરવામાં આવ્યાં હતા. એચડી રેવન્ના બેંગલુરુમાં જાહેર પ્રતિનિધિઓની સ્પેશિયલ કોર્ટમાં તેમની આગોતરા જામીન અરજી પર સુનાવણી માટે આવવાના હતા તેના કલાકો પહેલા શુક્રવારે (3 મે) ના રોજ FIR દાખલ કરવામાં આવી હતી. એચડી રેવન્નાને એસઆઈટી ટીમ દ્વારા 2 મેના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ આવ્યા ન હતા.