October 6, 2024

ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર હુમલો

Kanhaiya Kumar Attacked: ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પર એક વ્યક્તિએ હાર પહેરાવવાના બહાને હુમલો કર્યો હતો. કન્હૈયા કુમારની ટીમનો આરોપ છે કે આ હુમલા પાછળ ભાજપના ઉમેદવાર મનોજ તિવારીનો હાથ છે, હુમલાખોરો મનોજ તિવારીના નજીકના છે.

બીજી બાજુ, પપ્પુ યાદવે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું, ‘દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કન્હૈયા કુમાર જી પર હુમલો કરીને ભાજપે પોતાની કબર ખોદી લીધી. આ અત્યંત દુઃખદ અને શરમજનક છે. દિલ્હીની મહાન જનતા હવે તમામ સાત બેઠકો પર ભાજપની ડિપોઝીટ જપ્ત કરીને જડબાતોડ જવાબ આપશે.

કોંગ્રેસ નેતા રિતુ ચૌધરીએ ટ્વિટર પર લખ્યું, ‘સમાચાર આવી રહ્યા છે કે મનોજ તિવારી અને ભાજપના કેટલાક પાલતુ ગુંડાઓએ અમારા ઉત્તર-પૂર્વ દિલ્હીના ઉમેદવાર કન્હૈયા કુમાર સાથે હિંસા કરી છે. હારના ડરથી ભાજપે આ કાયરતાપૂર્ણ કામ કર્યું છે, દિલ્હીના લોકો તેનો જવાબ ચોક્કસ આપશે.