યોગીએ આપી પંતને મોટી ભેટ, બની કરિયરની યાદગાર ક્ષણ

IPL 2025 22 માર્ચથી શરૂ થવાની છે. પહેલો મુકાબલો RCB અને KKR વચ્ચે થશે. LSG એ આગામી સિઝન માટે પંતને કમાન સોંપી છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રુષભ પંતને એક ખાસ ભેટ આપી છે, જેની તસવીર હવે સામે આવી છે.
આ પણ વાંચો: સોનાનો ભાવ 1 લાખ રૂપિયાનો આંકડો ક્યારે પાર કરશે?
પંતને યોગીએ આપી ભેટ
લખનૌ સુપર જાયન્ટ્સના મોટા ભાગના ખેલાડીઓ સપોર્ટ સ્ટાફ અને ટીમ માલિક સંજીવ ગોએન્કા યોગી આદિત્યનાથને મળ્યા હતા. હવે તેના ફોટા સામે આવ્યા છે. યોગી આદિત્યનાથે કેપ્ટન પંતને એક ખાસ ભેટ પણ શેર કરી છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. પંતને ભગવાન રામની પ્રતિમા ભેટ તરીકે મળી છે. આપણે પંતના IPL કરિયર પર નજર કરીએ તો તેણે અત્યાર સુધીમાં 111 મેચોમાં 35.31 ની સરેરાશથી 3284 રન બનાવ્યા છે.