News 360
March 17, 2025
Breaking News

IPL પહેલાં KKRને ઝટકો! ઉમરાન મલિક ટીમમાંથી બહાર, આ ઝડપી બોલરને મળ્યું સ્થાન

IPL 2025: કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) ટાટા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે ઉમરાન મલિકની જગ્યાએ ચેતન સાકરિયાને ટીમમાં સામેલ કર્યો છે. ઉમરાન મલિક ઈજાને કારણે આ સિઝનમાંથી બહાર છે.

સાકરિયાએ એક ODI અને બે T20માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 19 IPL મેચ રમી છે, જેમાં 20 વિકેટ લીધી છે. ડાબોડી મધ્યમ ઝડપી બોલર સાકરિયા 75 લાખ રૂપિયામાં KKR સાથે જોડાયો છે.

સાકરિયા ગયા વર્ષે પણ KKR ટીમમાં હતો, પરંતુ તે એક પણ મેચ રમ્યો ન હતો અને હરાજી પહેલાં ફ્રેન્ચાઇઝી દ્વારા તેને રિલીઝ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ રાજસ્થાન રોયલ્સ ઉપરાંત ચેતન IPLમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ રહી ચૂક્યો છે. હવે જોવાનું એ રહે છે કે, ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહેલા ચેતન આ તકનો કેવી રીતે લાભ ઉઠાવે છે.

IPLમાં KKRની ટીમઃ રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા, રમનદીપ સિંહ, વેંકટેશ ઐયર, ક્વિન્ટન ડી કોક, રહેમાનુલ્લાહ ગુરબાઝ, એનરિચ નોર્ટજે, અંગક્રિશ રઘુવંશી, વૈભવ અરોરા, મયંક માર્કંડે, રોવમેન પોવેલ, મનીષ પાંડે, સ્પેન્સર જોહ્ન્સન, લવનીથ સિસોદિયા, અજિંક્ય રહાણે, અનુકુલ રોય, મોઈન અલી, ચેતન સાકરિયા.