November 24, 2024

ગુજરાતમાં રૂ. 3450 કરોડનું રોકાણ કર્યા બાદ આ કંપનીના શેરમાં 5.5%નો વધારો

ગાંધીનગર : વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશથી રોકાણકારો આવ્યાં હતા. આ સમિટમાં અબજો રૂપિયાનું ઉદ્યોગપતિઓ દ્વારા રોકાણ કર્યું છે. ગુજરાતમાં રોકાણની જાહેરાત કર્યાં બાદ કંપનીના શેરમાં ઉછાળો પણ જોવા મળતો હોય છે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન કંપનીએ ગુજરાતમાં રૂ. 3,450 કરોડના બે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા બાદ કેમિકલ કંપની GHCL લિમિટેડનો શેર ઇન્ટ્રાડે 5.5 ટકા વધીને રૂ. 628 થયો હતો. જોકે શુક્રવારે આ શેર 608.00ના સ્તરે બંધ થયો હતો. નોંધનીય છે કે GHCL લિમિટેડનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 5,845 કરોડ છે. ગઇ કાલે ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ (GHCL) લિમિટેડે ગુજરાતમાં રૂ. 3,450 કરોડના રોકાણ માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં બે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતના કચ્છ જિલ્લામાં ગ્રીનફિલ્ડ સોડા એશ પ્લાન્ટના બીજા તબક્કાના વિસ્તરણ અને વેક્યુમ સોલ્ટ પ્લાન્ટની સ્થાપના માટે રૂ. 2,500 કરોડના રોકાણ માટે પ્રથમ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ રોકાણને કારણે 10,000 થી વધુ લોકોને રોજગારી પૂરી પાડશે. ભાવનગરમાં બેન્ટોનાઈટ અને રેતીના ખાણકામ માટે રૂ. 950 કરોડના રોકાણ માટે બીજા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. જીએચસીએલના શેર છેલ્લા છ મહિનામાં 18 ટકા અને એક વર્ષમાં 13 ટકા વધ્યા છે.

આ પણ વાંચો : બજારે બનાવ્યા નવા રેકોર્ડ, રૂપિયો બન્યો મજબૂત

CNC મશીનો બનાવતી કંપનીને પણ ફાયદો
કોમ્પ્યુટરાઈઝડ ન્યુમેરિકલ કંટ્રોલ (CNC) મશીનો બનાવતી કંપની મલ્ટીબેગરનો સ્ટોક મંગળવારે અપર સર્કિટ પર આવ્યો હતો. કંપનીએ રૂ. 100 કરોડનો એમઓયુ સબમિટ કર્યાં બાદ કંપનીના શેરમાં 5 ટકા અપર સર્કિટ લાગી હતી. કંપનીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માટે ગુજરાત સરકારને રૂ. 100 કરોડના એમઓયુ સબમિટ કર્યા હતા. Macpower CNC Machines Limitedના શેરમાં 5 ટકા અપર સર્કિટ લાગ્યા બાદ રૂ. 741.75 પર બંધ રહ્યો હતો. મેક-પાવર સીએનસી મશીન લિમિટેડનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 742 કરોડ. તેણે એક વર્ષમાં 132 ટકા અને છેલ્લા છ મહિનામાં 142 ટકાનું મલ્ટિ-બેગર રિટર્ન આપ્યું છે. કંપનીએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માટે ગુજરાત સરકારને 100 કરોડ રૂપિયા સુધીના રોકાણની સાથે સાથે એરોસ્પેસ અને ડિફેન્સ સેક્ટર પર CNC મશીન ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે એક એમઓયુ રજૂ કર્યો હતો.