જલ્દી કરો GUJCET 2024 માટેની અરજી, આ છે છેલ્લી તારીખ
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ટૂંક સમયમાં ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2024નું એપ્લિકેશન પોર્ટલ ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યું છે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (GUJCET) 2024 માટે નોંધણી ચાલુ છે. GUJCET 2024ની પરીક્ષા 31 માર્ચ, 2024 ને રવિવારના રોજ લેવામાં આવશે. પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારો તેમના ફોર્મ 16 જાન્યુઆરી સુધી સબમિટ કરી શકે છે. ફોર્મ સબમિટ કરવા માટે તમારે સત્તાવાર વેબસાઇટ gujcet.gseb.org પર જવું પડશે. નોંધનીય છે કે GUJCET 2024 માટે અરજી ફી 350 રૂપિયા છે. ઉમેદવારો ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને SBIePay દ્વારા તેને ઑનલાઇન ચૂકવણી કરી શકે છો. GUJCET 2024ની પરીક્ષા 31 માર્ચ રવિવારના રોજ લેવામાં આવશે. જો કે અગાઉ આ પરીક્ષા 2 એપ્રિલે યોજાવાની હતી, પરંતુ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષાને કારણે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું.
GUJCET 2024 માટે કેવી રીતે અરજી કરવી
- સૌ પ્રથમ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ gujcet.gseb.orgની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- હોમ પેજ પર અહીં ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરો.
- તમારું પોતાનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
- ત્યારબાદ, લોગ ઇન કરો અને તમારું એપ્લિકેશન ફોર્મ ભરો.
- જરૂરી દસ્તાવેજો અને અરજી ફી સાથે તેને સબમિટ કરો.
- ત્યારબાદ છેલ્લે તેની પ્રિન્ટઆઉટ લો.
પરિણામ ક્યારે આવશે
ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ GSEB HSC સાયન્સ પરીક્ષાના પરિણામ સાથે જાહેર કરવામાં આવશે, જેની વિગતો અલગથી શેર કરવામાં આવશે.